Thu Jan 01 2026

Logo

White Logo

સોના ચાંદીના ભાવ

દિવાળી બાદ સોનાના ભાવ તૂટ્યા; : આ કારણે થઇ રહ્યો છે ઘટાડો

2 months ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: દિવાળી પહેલા ભારતમાં સોના ભાવ આસમાને પહોંચ્યા હતાં, હવે સોનામાં ભાવ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે મંગળવારે સોનાના ભાવમાં 5 ટકાથી વધુનો ઇન્ટ્રાડે ઘટાડો નોંધાયો હતો. આજે બુધવારે પણ સોના ભાવમાં ઘટાડો નોંધાયો છે, વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.4% ઘટીને $4,109.19 પ્રતિ ઔંસ થયો હતો.

વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવનો ભાવ તેના લાઈફ ટાઈમ હાઈ લેવલથી 6% થી વધુ ઘટીને $4109.19 પ્રતિ ઔંસ થયો છે. દિવાળીની રજાઓને કારણે આજે સવારે MCX બંધ રહ્યું હતું. જોકે, આજે સાંજના સેશનમાં સોનામાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 5.1% જેટલો ઘટાડો નોંધાયો છે, હાલ સોનાના ભાવ રૂ.1,21,650 છે

નિષ્ણાંતોના મત મુજબ સોનાના ભાવમાં આ ઘટાડો બુલિયન માર્કેટમાં રેકોર્ડ ભાવનો લાભ ઉઠવવા થઇ રહેલા સેલ ઓફને કારણે થયો છે. 

યુએસના ભારત અને ચીન સાથે વેપાર સંબંધો સુધારવાના સંકેતોને કારણે પણ સોના ભાવમાં ઘટાડો થયો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દક્ષિણ કોરિયા મુલાકાત કરવાના છે. આ ઉપરાંત ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારત પર ટેરીફ ઘટાડવાના પણ સંકેતો આપ્યા છે.