ઢાકા: બાંગ્લાદેશના ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ભડકેલી હિંસા હજુ પણ યથાવત છે. આ દરમિયાન બાંગ્લાદેશ હિંસા હવે પાકિસ્તાન કનેક્શન પ્રકાશમાં આવ્યું છે. જેમાં આ હિંસાનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ મુનીરે બાંગ્લાદેશમાં આઈએસઆઈના ઢાકા સેલને ગુપ્ત રીતે સક્રિય કરી દીધો છે.
પાકિસ્તાની હાઇ કમિશનની ઓફીસમાં સેલ કાર્યરત
આ અંગે પ્રકાશમાં આવેલા અહેવાલ મુજબ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે ઢાકા સ્થિત પાકિસ્તાની હાઇ કમિશનની ઓફીસમાં આઈએસઆઈના ઢાકા સેલને કાર્યરત કર્યો છે. આ સેલની રચના ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં ઢાકા સેલની ભૂમિકાનો ખુલાસો થયો છે.
ઢાકા સેલનું નેતૃત્વ એક પાકિસ્તાની બ્રિગેડિયર પાસે
બાંગ્લાદેશના પત્રકાર સલાહુદ્દીન શોએબે આઈએસઆઈના ઢાકા સેલનો પર્દાફાશ કર્યો હતો. બાંગ્લાદેશી પત્રકારના જણાવ્યા મુજબ, ઢાકા સેલનું નેતૃત્વ એક પાકિસ્તાની બ્રિગેડિયર કરે છે. બ્રિગેડિયર ઉપરાંત એક મેજર સહિત ઘણા પાકિસ્તાની અધિકારીઓ આઈએસઆઈની સ્પેશિયલ વિંગમાં કાર્યરત છે.
ઢાકા સેલે મીડિયા હાઉસ પર હુમલા ભૂમિકા ભજવી
અહેવાલો અનુસાર, પાકિસ્તાનની મદદથી કાર્યરત ઢાકા સેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામીને સત્તા પર લાવવાનો છે. આઈએસઆઈનો ઢાકા સેલ ચૂંટણી સુધી યુનુસને સત્તામાં રાખવા માંગે છે. યુનુસ દ્વારા એવું વાતાવરણ બનાવવાની આશા રાખે છે જ્યાં જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશની ચૂંટણીઓમાં જંગી વિજય મેળવે.બાંગ્લાદેશના એક પત્રકારના જણાવ્યા મુજબ, ઢાકા સેલે ત્યાંના મીડિયા હાઉસ પર તાજેતરના હુમલાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે, ઢાકા સેલ દર મોટા પાયે બાંગ્લાદેશી ચલણ ખર્ચ કરી રહ્યું છે. આ પૈસા ડ્રગ્સની હેરફેર અને નકલી ભારતીય ચલણના વેપારમાંથી મેળવવામાં આવે છે.
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસા
બાંગ્લાદેશમાં 12 ડિસેમ્બરના રોજ, 2024 ના વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. સિંગાપુરમાં સારવાર દરમિયાન હાદીના મૃત્યુથી હિંસા ભડકી ઉઠી હતી. તેની બાદ મીડિયા હાઉસ પ્રથમ આલો, ડેઇલી સ્ટાર ને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમજ તેની બાદ હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. તેમજ એક હિંદુ યુવકને સળગાવીને મારી નાખવામાં આવ્યો હતો.