નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જેની બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર અંતર્ગત કરેલા હુમલામાં પીઓકેમાં આતંકી કેમ્પો અને પાકિસ્તાનના અનેક એરબેઝને નુક્સાન થયું હતું. જોકે, તેની બાદ હજુ પણ પાકિસ્તાન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું. તેમજ મળતી માહિતી મુજબ પીઓકેમાં ફરી આતંકી કેમ્પ એક્ટીવ થઈ રહ્યા છે.
લશ્કરે તૈયબાએ પીઓકેમાં મહિલા વિંગને એક્ટિવ કરી
આ અંગે મળતી માહિતી મુજબ લશ્કરે તૈયબાએ પીઓકેમાં મહિલા વિંગને એક્ટિવ કરી છે. જ્યારે શુકવારે બહાવલપુરમાં જેશ-એ- મોહમ્મદના આતંકવાદીઓની ભારે ભીડ જમા થઈ છે. જયારે અબ્દુર રઉફ, રિઝવાન હનીફ, અબુ મૂસા સહિતના આતંકી નેતાઓ મીટીંગને સંબોધિત કરવા માટે પીઓકેના મીરપુરમાં હાજર છે.
મીરપુરમાં તરબિયા તાલીમ શિબિરનું આયોજન
આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદ 1 જાન્યુઆરી, 2026 થી પીઓકેના મીરપુરમાં સાત દિવસની તરબિયા તાલીમ શિબિર આયોજિત કરશે. તેમજ
જૈશ-એ-મોહમ્મદે ગઢી હબીબુલ્લાહ, બાલાકોટ અને અન્ય વિસ્તારોમાં તેની જાહેર રેલીઓની સંખ્યા વધારી દીધી છે. જેના નાની ઉંમરના અનેક બાળકો પણ તાલીમ શિબિરોમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.
લશ્કરી આતંકવાદી શિબિરોનું નિર્માણ ચાલુ
જૈશ-એ-મોહમ્મદે જાહેરમાં સ્વીકાર્યું છે કે કાશ્મીર ટાઈગર્સ તેમનો ફ્રન્ટ છે. પાકિસ્તાનમાં અનેક સ્થળોએ લશ્કર આતંકવાદી શિબિરોનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. લોઅર ડીરમાં લશ્કર તાલીમ શિબિર, જેહાદ-એ-અક્સા, છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્યરત છે.
ઓપરેશન સિંદૂરમાં 80 થી વધુ આતંકી માર્યા ગયા
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જેની બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત કરેલા હુમલામાં પીઓકેમાં આતંકી કેમ્પો અને પાકિસ્તાનના અનેક એરબેઝને નુક્સાન થયું હતું. આ લશ્કરી કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદ , લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના તાલીમ શિબિરો અને લોન્ચ પેડ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલાઓમાં 80 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.