Thu Dec 25 2025

Logo

White Logo

ઠંડીથી બચવા રૂમ હીટર વાપરતા હોવ તો સાવધાન: : જાણી લો આ જરૂરી નિયમો અને તેની આડઅસર

1 day ago
Author: Himanshu Chawda
Video

Room heater use precautions: શિયાળાની ઋતુ પૂરબહારમાં શરૂ થઈ છે. કડકડતી ઠંડી પડી રહી છે. જેથી ઘરની બહાર ઘણા લોકો તાપણું કરીને શરીરને શેકતા હોય છે. પરંતુ ઘરમાં તાપણું કરવું શક્ય હોતું નથી. જેથી ઘણા લોકો ઘરમાં ગરમી મેળવવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરે છે. રૂમ હીટરથી ગરમી તો મળે છે, પરંતુ તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. નહીંતર નુકસાન પણ થઈ શકે છે.

રૂમ હીટર શરીરને કરી દેશે શુષ્ક

રૂમ હીટરના ઉપયોગમાં બેદરકારી રાખવી મોંઘી પડી શકે છે. જેમાં ઘણી મોટી સમસ્યાઓનો શિકાર બનવાની સંભાવના પણ રહેલી છે. તેથી, રૂમ હીટરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ વિશે અમે માહિતી લઈને આવ્યા છીએ. જો તમે ગરમી મેળવવા માટે રૂમ હીટર શરૂ કર્યું છે, તો તેને થોડીવાર બાદ બંધ કરી દો. કારણ કે સતત રૂમ હીટર
ચાલવાને કારણે હવામાં રહેલ ભેજ નાશ પામે છે. જેથી આસપાસની હવા પણ શુષ્ક બની જાય છે. જેનાથી તમારી સ્કિન ડ્રાય પડી શકે છે. આ સિવાય શરીરમાં બળતરા પણ થઈ શકે છે.

શ્વાસની બીમારીના દર્દીઓ રહે સાવધાન

રૂમ હીટર ચલાવવાને કારણે આસપાસના વાતાવરણમાં ઓક્સિજનની ઉણપ સર્જાય છે. જેથી અસ્થમા જેવી શ્વાસની બીમારી ધરાવતા લોકોને ગૂંગળામણનો અનુભવ થાય છે. તેથી શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ માટે રૂમ હીટરનો ઉપયોગ હાનિકારક સાબિત થાય છે. 

નાના બાળકોને પણ રૂમ હીટરના ભરોસે મૂકીને ન જવું જોઈએ. કારણ કે નાના બાળકો રૂમ હીટરની ગરમીને સહન કરી શકતા નથી. તેથી માતા-પિતાએ પોતાની દેખરેખમાં જ રૂમ હીટરનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જે રૂમમાં રૂમ હીટરનો ઉપયોગ કરતા હોવ, ત્યાં સાદા પાણીથી ભરેલી ડોલ રાખવી જોઈએ. આવું કરવાથી હવામાં ભેજ જળવાઈ રહે છે. આ ઉપાયના કારણે ભેજની ઉણપથી થતી સમસ્યાઓથી રાહત મળે છે.