ભારતની મોટાભાગની વસતિ આજે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રેલવે પર પસંદગીનો કળશ ઢોળે છે, પરંતુ શું તમે ક્યારેય એવા રેલવે સ્ટેશન વિશે વાંચ્યુ કે સાંભળ્યું છે કે જે હોય તો એક જ જગ્યા પર પણ તેમ છતાં બંને સ્ટેશનના નામ અલગ અલગ હોય? ડોન્ટ વરી આજે અમે અહીં તમને આવા જ રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ કયું છે આ અનોખું રેલવે સ્ટેશન અને તે ક્યાં આવેલું છે?
ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. સ્વાભાવિક છે કે આટલા આ વિશાળ રેલવે નેટવર્કમાં હજારોની સંખ્યામાં રેલવે સ્ટેશન હશે અને આ રેલવે સ્ટેશનની ખાસિયત પણ અલગ અલગ હશે. આજે અમે અહીં તમને આવા જ અનોખા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ટ્રેકની એક તરફના પ્લેટફોર્મ પર એક નામ લખવામાં આવ્યું છે તો અને બીજી તરફ બીજું નામ વાંચવા મળે છે.
ભારતમાં અનેક એવા રેલવે સ્ટેશન આવેલા છે કે જ્યાં બે કે ત્રણ પ્લેટફોર્મ આવેલા છે તો વળી કેટલે રેલવે સ્ટેશન એવા છે કે જ્યાં એટલા બધા પ્લેટફોર્મ આવેલા છે કે તમે ખોવાઈ જાવ. જોકે, આ તમામ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ભલે ગમે એટલા હોય પણ નામ તો એક જ હોય છે. પરંતુ આજે અમે તમને અહીં એક એવા અનોખા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં એક જ જગ્યાએ આવેલા હોવા છતાં બંને પ્લેટફોર્મ પર અલગ અલગ નામ લખવામાં આવ્યા છે.
તમને સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત છે. જ્યાં તમે જે પ્લેટફોર્મ પર ઊભા છો ત્યાં એની સામેની બાજુએ આવેલા પ્લેટફોર્મ પર અલગ અલગ નામ વાંચવા મળે છે. અમે અહીં જે રેલવે સ્ટેશનની વાત કરીએ છીએ એ સ્ટેશન આપણા જ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રના અહિલ્યાનગર (પહેલાંના અહમદનગર)માં આ અનોખું રેલવે સ્ટેશન આવેલું છે.
અહમદનગર ખાતે આવેલા આ અનોખા રેલવે સ્ટેશન પર બંને પ્લેટફોર્મ પર અલગ અલગ નામ લખવામાં આવ્યા છે. વચ્ચેથી એક ટ્રેક પસાર થાય અને ટ્રેકની એક તરફના પ્લેટફોર્મ પર શ્રીરામપુર નામ લખવામાં આવ્યું છે જ્યારે ટ્રેકની બીજી તરફના પ્લેટફોર્મ પર બેલાપુર નામ લખાયેલું જોવા મળે છે.
આ સાથે સાથે હમણાં થોડાક સમય પહેલાં જ આપણે એક એવા રેલવે સ્ટેશન વિશે પણ વાત કરી હતી કે જેમાં પ્લેટફોર્મ બે અલગ અલગ રાજ્યમાં વહેંચાયેલા છે. પ્લેટફોર્મ પર આવેલી ટિકિટ બારી એક રાજ્યમાં છે અને સ્ટેશન માસ્ટરની ઓફિસ બીજા રાજ્યમાં. આ સ્ટેશન છે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલું નવાપુર રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ પર આવેલી પીળા રંગની લાઈન બંને રાજ્યને અલગ પાડે છે.
છે ને એકદમ ધાસ્સુ ઈન્ફોર્મેશન? આવી જ બીજી અજબગજબની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને?