Thu Jan 01 2026

Logo

White Logo

સાત વર્ષની ઉંમરમાં જ આ બોલીવૂડ હસીના સાથે પ્રેમ થઈ ગયો હતો સલમાન ખાનને, : રેખાએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

4 days ago
Author: Darshana Visaria
Video

બોલીવૂડ એક્ટર, ભાઈજાન અને દબંગ સ્ટાર સલમાન ખાન આજે એટલે કે 27મી ડિસેમ્બરના રોજ પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફને કારણે હંમેશાથી ચર્ચામાં રહ્યો એમાં પણ તેની લવલાઈફ તો ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ રહી છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બોલીવૂડ એક્ટ્રેસ રેખાએ સલમાન ખાનના ચાઈલ્ડહૂડ સિક્રેટ વિશે ખુલાસો કર્યો છે. આ કિસ્સો સાંભળીને ખુદ ભાઈજાન પણ શરમાઈ જાય છે. ચાલો જોઈએ શું છે ખુલાસો... 

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો રિયાલિટી ટીવી શો બિગ બોસનો છે. એવરગ્રીન એક્ટ્રેસ રેખા સલમાન ખાનના રિયાલિટીવી શો બિગ બોસના સેટ પર પહોંચ્યા હતા. આ સમયે રેખાજીએ સલમાન ખાનના ચાઈલ્ડહૂડ ક્રશ વિશે ખુલાસો કર્યો હતો, જે સાંભળીને હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. 

રેખાજી શો પર સલમાન ખાનને પૂછે છે કે શું તમને યાદ છે આપણી પહેલી મુલાકાત ક્યારે થઈ હતી? આ સવાલ સાંભળીને સલમાન ખાન રેખાજીના પગમાં પડી જાય છે અને કંઈ પણ ના કહેવાની વાત કરે છે. આ જોઈને રેખાજી કહે છે કે અચ્છા તમે જ કહો જોઈએ કે તમે મને ક્યારે મળ્યા હતા, જેના જવાબમાં રેખાજી કહે છે કે જ્યારે હું જુવાન થઈ ગયો હતો. 

સલમાનનો આ જવાબ સાંભળીને રેખાજી કહે છે બસ તમને આટલું જ યાદ છે? હવે તારી મંજૂરી હોય તો હું લોકોને સચ્ચાઈ જણાવું? સલમાન રેખાજીની આ વાત સાંભળીને નીચું જોઈ જાય છે અને રેખાજી કહે છે કે જ્યારે હું વોક પર જતી ત્યારે સલમાન છ-સાત વધીને આઠ વર્ષના હતા અને તે મને રોજ સાઈકલ પર ફોલો કરતાં. હું આગળ આગળ ચાલતી અને એ મારી પાછળ પાછળ ... એને પણ નહોતી ખબર કે એને મને એ જ સમયે પ્રેમ થઈ ગયો હતો. 

 

રેખાએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે સલમાને તેમના પરિવારના લોકોને એ જ સમયે કહ્યું હતું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું આમની સાથે લગ્ન કરીશ. રેખાજીની આ વાત સાંભળીને સલમાન ખાન શરમાઈ જાય છે અને સલમાનના ફેન્સ તેની આ ક્યુટ હરકતને જોઈને રાજીના રેડ થઈ જાય છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો... 

અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાનનું નામ પોતાની ફિલ્મ કારકિર્દી દરમિયાન અનેક હસીનાઓ સાથે જોડાયું છે, પરંતુ આજે પણ સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજેબલ બેચલર ગણાય છે. સલમાન ખાને પોતાના જન્મદિવસની ઉજવણી પનવેલ ખાતેના ફાર્મ હાઉસ પર કરી હતી, જેમાં અનેક ફિલ્મી હસ્તીઓ પહોંચી હતી.