Mon Dec 22 2025

Logo

White Logo

વિદેશમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રની ટીકા કરવા બદલ સંબિત : પાત્રાએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા

5 days ago
Author: vimal prajapati
Video

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અત્યારે જર્મનીના પ્રવાસે ગયેલા છે. જર્મનીના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ જર્મનીના મ્યૂનિક શહેરમાં ‘બીએમડબ્લ્યુ વેલ્ટ’ અને બીએમડબ્લ્યુ પ્લાન્ટ જોવા માટે પહોંચ્યાં હતાં. રાહુલ ગાંધીએ ફરી વિદેશની ધરતી પર ભારતની નિંદા કરી હોવાનો ભાજપે આક્ષેપો કર્યાં છે. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર એક ભાજપ નેતાએ વળતો પ્રહાર કર્યો છે. ભાજપે વારંવાર એવો આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશમાં જાય છે ત્યારે ભારતની નિંદા જ કરે છે. 

વિપક્ષ નેતાએ જવાબદારીપૂર્ણ નિવેદન આપેઃ ભાજપ

જર્મનીના આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઉત્પાદન એ મજબૂત અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ કહેવા છે, પરંતુ ભારતમાં ઉત્પાદનમાં ઘટોડો થઈ રહ્યો છે’. મજબૂત અર્થતંત્રોની કરોડરજ્જુ એ ઉત્પાદન હોય છે, પરંતુ ભારતમાં ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેવું રાહુલ ગાંધીનું કહેવું છે. આ અંગે ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, વિપક્ષના નેતાની ખૂબ મોટી જવાબદારી હોય છે. વિપક્ષી નેતાએ ખૂબ જ જવાબદારી સાથે નિવેદનો આપવા જોઈએ. ખાસ કરીને જ્યારે તેઓ વિદેશ જતા હોય! સાંસદ સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, અહીં ભારતમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે કે, સદનમાં અનેક બિલ પર ચર્ચાઓ થઈ રહી છે. અને રાહુલ ગાંધી ભારતીય લોકોને સંબોધવા માટે જર્મની ગયા છે.

રાહુલ ગાંધી ભારતનું અપમાન કરતા હોવાનો આક્ષેપ

વધુમાં સંબિત પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધીની વારંવાર વિદેશી યાત્રાઓ અને વિદેશી ધરતી પરથી ભારતનું અપવાન કરવું એ એવું દર્શાવે છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મનમાં ભારત માટે શું ભાવનાઓ છે? રાહુલ ગાંધી અને જવાબદારી બંને એક સાથે ક્યારે નહીં ચાલી શકે. જ્યારે પણ તેઓ વિદેશ જાય છે, તેઓ સંસદ અને ભારતનું અપમાન કરતા હોય છે. આ વખતે પણ રાહુલ ગાંધી મ્યુનિકમાં BMW ફેક્ટરીની મુલાકાત લેતા જોવા મળ્યા હતા અને ત્યાં તેમણે તેમના ઉત્પાદનની પ્રશંસા કરી હતી અને કહ્યું કે તેમને દુઃખ છે કે ભારતમાં ઉત્પાદન નબળું છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધીએ શું લખ્યું?

જર્મનીની યાત્રા અને પ્લાન્ટની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે ભારતે વિકાસને વેગ આપવા માટે અર્થપૂર્ણ ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવાની જરૂર છે. BMW પ્લાન્ટની મુલાકાતનો મુખ્ય મુદ્દો BMW સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવેલી TVS 450cc મોટરસાઇકલ જોવાનો હતો. આ યાત્રા અંગે ઇન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ કરી છે. મૂળ વાત એ છે કે વિદેશમાં જઈને ભારતની નિંદા કરી તે માટે ભાજપ નેતાએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યાં છે.