Tue Dec 16 2025

Logo

White Logo

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે : નીતિન નબીને પદગ્રહણ કર્યું, કહ્યું ભાજપ તમામ વર્ગોનો પક્ષ...

14 hours ago
Author: Chandrakant Kanoja
Video

ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નીતિન નબીને પદગ્રહણ કર્યું છે. તેમણે પદગ્રહણ સમયે પક્ષનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે  ભાજપ તમામ વર્ગોનો પક્ષ છે. આ પ્રસંગે  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા અને ધર્મેન્દ્ર પ્ર્ધાન સહિતના ભાજપના અનેક નેતાઓ ભાજપ કાર્યાલય પર હાજર રહ્યા હતા. આ પૂર્વે નીતિન નબીનનું દિલ્હી એરપોર્ટ પર સીએમ રેખા ગુપ્તા, દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે તેમનું સ્વાગત કર્યું હતું. 

ભાજપના કાર્યકરો સાથે કામ કરવાની તક આપી

આ પૂર્વે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી  પ્રમુખ નીતિન નબીને કહ્યું હતું કે આ નવી જવાબદારી પાર્ટીનો આશીર્વાદ છે અને ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તેમના સ્વર્ગસ્થ પિતા  ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય નવીન કિશોર પ્રસાદ સિંહાના કાર્યને આગળ વધારવાના તેમના સંકલ્પને દોહરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,  મેં હંમેશા મારા પિતાના વિચારો પર કામ કર્યું છે, જેમણે પાર્ટીને પોતાની માતા માનતા હતા અને રાષ્ટ્રને બીજા બધાથી ઉપર રાખ્યું હતું. મારું માનવું છે કે તેથી જ પાર્ટીએ મને ભાજપના કાર્યકરો સાથે કામ કરવાની  તક આપી છે.

ભૂપેશ બઘેલના ગઢના કાંકરા ખેરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી

નીતિન નબીન ભાજપના એવા ધારાસભ્ય છે. જે 2006થી 2025 સુધી ચૂંટાયા છે. પાંચ વખત ધારાસભ્ય  તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2020ની ચૂંટણીમાં શોટગન શત્રુઘ્ન સિંહના દીકરા લવ સિંહા અને પોલિટિકલ સેન્સેશન પુષ્પમ પ્રિયા ચૌધરીને હરાવ્યા હતા.બીજી મહત્ત્વની વાત છત્તીસગઢના પ્રભારી બન્યા પછી પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના ગઢના કાંકરા ખેરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા પછી પાર્ટીની સેકન્ડ લાઈનને તૈયાર કરવામાં સફળ રહ્યા. 

 મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતવામાં સફળ

સૌમ્ય સ્વભાવ ધરાવનારા નીતિન નબીને જનતાની વચ્ચે પહોંચીને અનેક વિરોધો હોવા છતાં જનતા સાથે હળીમળીને સન્માન પણ આપે છે. સાત વખતના વિધાનસભ્ય રહી ચૂકેલા પિતા નવીન કિશોર સિંહનો વારસો પણ જાણવી રાખ્યો છે. પિતાના નિધન પછી પણ પિતાના પગલે પગલે ચાલીને જનતાનો જ નહીં, મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.