Thu Jan 01 2026

Logo

White Logo

વિતેલા જમાનાની સુંદર અભિનેત્રી નરગિસની કાર્બન કૉપી જોવી છે? : તો જુઓ આ તસવીરો

2 months ago
Author: Pooja Shah
Video

બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીનના સમયમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેની બરાબરી આજે પણ કોઈઆ કરી શકતું નથી. મધુબાલા, માલા સિન્હા, નૂતન જેવી અભિનેત્રીઓમાં એક નામ તરક જ ઉમેરવાનું મન થાય અને તે છે નરગિસ. રાજ કપૂર સાથે જોડી જમાવી એકથી એક ચડિયાતી ફિલ્મો અને ગીતો આપ્યા છે. એકદમ સાદી સાડી, મિનિમલ મેક એપમાં ભારતીય સ્ત્રીનું પાત્ર ભજવતી નરગિસ કેન્સરની બીમારીનો શિકાર બની અને 1981માં મોતને ભેટી. નરગિસે એટલા જ મોટા ગજ્જાના કલાકાર સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા અને બે દીકરી અને એક દીકરાની તે મા બની હતી. દીકરીઓ પ્રિયા અને નમ્રતા અને દીકરો એટલે બોલીવૂડનો ખલનાયક સંજય દત્ત. 

આજે નરગિસને યાદ કરવાનુ ખાસ કારણ સંજય દત્તની દીકરી છે. સંજય દત્ત અને માન્યતાના જોડીયા બાળકો શાહરાન અને ઈકરાન આજે 15 વર્ષના થયા છે. તેમને વિશ કરવા માટે સંજય દત્તે સોશિયલ મીડિયા પર અમુક પિક્ચર્સ શેર કર્યા છે. તેમણે સાથે મનાવેલા વેકેશન પિકચર્સમાં જો તમે તેની દીકરી ઈકરાને જોશો તો તેમને તે નરગિસની કાર્બન કૉપી જ દેખાશે. 

ઈકરા અને શાહરાનનો આજે 15મો જન્મદિવસ છે. શાહરાન પણ હેન્ડસમ લાગે છે, પરંતુ બધાની નજર ઈકરા પર છે. નેટીઝન્સ તેને જોઈ દાદી નરગિસને જ યાદ કરી રહ્યા છે. 

સંજય દત્તના પહેલા લગ્ન ઋચા શર્મા સાથે થયા હતા અને તેમની એક દીકરી ત્રિશલા છે. ઋચાનું પણ કેન્સરને લીધે મોત થયું હતું. ત્યારબાદ સંજય દત્તે રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા, આ લગ્ન પણ લાંબુ ટક્યું નથી. ત્યારબાદ 2008માં દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા અને માન્યતાએ 2010માં જોડીયા બાળકોને જન્મ આપ્યો. 

જોકે થોડા સમય પહેલા સંજય દત્તની પહેલી દીકરી ત્રિશલાએ ઘણી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. યુકેમાં પ્રોફેસર તરીકે કામ કરતી ત્રિશલાના સંબંધો પિતા સાથે સારા ન હોવાનું ઘણા કહે છે. હવે તેમના પરિવારમાં શું ચાલે છે તે તો તેમને જ ખબર.