Thu Jan 01 2026

Logo

White Logo

સુરત મનપાના સાઉથ ઝોન દ્વારા : ઉન વિસ્તારમાં ૧૯૮૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ

1 hour ago
Author: Devayat Khatana
Video

સુરત: મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી (કનકપુર) વિભાગ દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલીકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 15 દિવસ દરમિયાન ઉન વિસ્તારમાં ટી.પી. રોડ પર નડતરરૂપ અંદાજે ૧૨૯ જેટલા કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કુલ ૧૯૮૦ ચોરસ મીટર જેટલી જમીનનો કબજો મેળવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.

ટી.પી. સ્કીમ નં. ૫૯ (ઉન) અંતર્ગત ૧૫ મીટર અને ૧૮ મીટરના રસ્તાઓ પર વર્ષોથી જલકૃપા, ગુલશન નગર, આસ્મા નગર અને સિદ્દીકનગર જેવી સોસાયટીઓના રહેણાંક દબાણો હતા. પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં દબાણો દૂર ન થતા, મનપાના કાફલાએ જેસીબી અને હાયવા મશીનરી સાથે રાખીને ગ્રાઉન્ડ પ્લસ બે માળ સુધીના આર.સી.સી. બાંધકામો તેમજ પતરાના શેડ તોડી પાડ્યા હતા.

આ સમગ્ર કાર્યવાહી સ્થાનિક રહીશોના સહકારથી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ રસ્તાઓ ખુલ્લા થવાથી ઉન ભીંડી બજારથી સચીન-પલસાણા નેશનલ હાઈવે સુધીનો વાહન વ્યવહાર હવે સીધો અને સરળ બનશે