Thu Jan 01 2026

Logo

White Logo

શેફાલી વર્માની ચાર ક્રમની છલાંગ, હવે આવી ગઈ આ નંબર પર... : હવે આવી ગઈ આ નંબર પર...

DUBAI   1 day ago
Author: Ajay Motiwala
Video

દુબઈઃ ભારતની 21 વર્ષીય આક્રમક ઓપનર શેફાલી વર્મા (Shefali Verma)એ તાજેતરમાં વન-ડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં 78 બૉલમાં 87 રન ફટકાર્યા પછી શ્રીલંકા સામેની પહેલી ચાર ટી-20ની ઇનિંગ્સની મદદથી ટી-20ના ક્રમાંકો (T20 Rankings)માં ચાર ક્રમની છલાંગ લગાવી છે અને છઠ્ઠા નંબર પર આવી ગઈ છે.

અગાઉ ટોચના ક્રમ મેળવી ચૂકેલી શેફાલીએ શ્રીલંકા સામેની ચાર ટી-20માં આ મુજબ રન બનાવ્યા હતાઃ 9 રન, અણનમ 69, અણનમ 79 અને 79 રન.

તેણે 69 રન 34 બૉલમાં, 79 રન 42 બૉલમાં અને બીજા 79 રન 46 બૉલમાં બનાવ્યા હતા. આ ત્રણ ઇનિંગ્સ તેને ટૉપ-ફાઇવની લગોલગ લઈ જવામાં ખૂબ કામ લાગી છે.

ભારતીય ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામેની ચોથી ટી-20માં 80 રન કર્યા હતા અને તેણે ટી-20 બૅટર્સના રૅન્કિંગમાં ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે જેમિમા રૉડ્રિગ્સ એક ક્રમ નીચે ઊતરીને 10મા નંબરે પહોંચી છે.

ટી-20ની બોલિંગમાં ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુર આઠ ક્રમ ઉપર આવીને હવે છઠ્ઠા નંબરે છે, જ્યારે સ્પિનર દીપ્તિ શર્માએ નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે.