મુંબઈ: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ ચેમ્પિયન બનાવ્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, ત્યાર બાદ T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી હતી. કેપ્ટન તરીકે સુર્યાનો પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ બેટિંગમાં તેનું સતત ફ્લોપ પ્રદર્શન ચિંતાનો વિષય રહ્યું છે. ગઈ કાલે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20I મેચમાં પણ સુર્યા નિષ્ફળ રહ્યો.
ગઈ કાલે ધર્મશાલામાં રમાયેલી T20I મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી. ભારતીય ટીમને 118 રનનો ટાર્ગેટ મળ્યો હતો, આ નાનો ટાર્ગેટ ચેઝ કરવા ભારતે 15.5 ઓવર રમી. સૂર્યા 11 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો. મેચ બાદ સૂર્યકુમાર યાદવનું નિવેદન હાલ ચર્ચામાં છે, મેચ બાદ તેણે કહ્યું, "હું ફોર્મમાં જ છું, પણ હું રન બનાવી શકતો નથી..."
ક્રિકેટ નિષ્ણાંતો અને ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સુર્યા રન નથી બનાવી રહ્યો તો પછી એ ફોર્મમાં કેવી રીતે હોઈ શકે છે? સુર્યા એ એમ પણ કહ્યું કે તે નેટ્સમાં સખત પ્રેક્ટીસ કરી રહ્યો છે, જરૂર પડ્યે રન આવશે.
નામ પ્રમાણે પ્રદર્શન નહીં:
સૂર્યાએ છેલ્લે રમેલી T20 ઇનિંગ્સ પર નજર કરીએ તેણે 12, 5, 12, 32, 20, 31*, 35, 47 રન બનાવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે તે સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો નથી, પરંતુ તેના નામ અને પ્રતિભા પ્રમાણે પ્રદર્શન નથી. તે ટીમની જરૂરીયાત મુજબ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે, તે 25-30 રન સુધી પહોંચીને વિકેટ ગુમાવી બેસે છે. જેના પર સુર્યાને કામ કરવાની જરૂર છે.
સુર્યાને બહાર કરવામાં આવી શકે?
સુર્યાની આગેવાનીમાં ભારતીય ટીમ સતત T20I જીતી રહી છે, પરંતુ પાવાર પ્લેની ઓવારોમાં કેપ્ટન સુર્યા પાસેથી આક્રમક બેટિંગની આશા છે. જે તે પ્રદર્શન સુધારી નહીં શકે તો સિલેક્ટર્સ અને કોચ આકારો નિર્ણય લઈ શકે છે.
T20 વર્લ્ડ કપ 2026ને આડે બે મહિના જેટલો સમય બાકી છે,એ પહેલા સુર્યાને પોતાનું ફોર્મ સાબિત કરવું પડશે.