હાલમાં જ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ તારા સુતારિયાનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં એપી ઢિલ્લોં અને તારા સુતારિયા એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા અને તેમણે એકબીજાને કિસ પણ કર્યું હતું અને તારાના બોયફ્રેન્ડ વીર પહાડિયા આ જોઈને એકદમ અનકમ્ફર્ટેબલ થઈ ગયો હતો. તારાના વીડિયો પર વીર પહાડિયાનું આ રિએક્શન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. જોકે, હવે આ બાબતે તારા અને વીરની ટિપ્પણી સામે આવી છે. ચાલો જોઈએ શું કહ્યું છે આ બંનેએ...
તારા સુતારિયાએ આ મામલે અત્યાર સુધી સેવી રાખેલું મૌન આખરે તોડ્યું છે અને તેણે આ વાઈરલ વીડિયોએ ખૂબ જ ચાલાકીથી ભરપૂર એડિટિંગ ગમાવ્યું છે. તારાએ એપી ઢિલ્લોં સાથેનો પોતાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો સાથે તારાએ લખ્યું છે કે શાનદાર અને ગર્વ સાથે અમે બધા સાથે છીએ. એપી ઢિલ્લોં મારા ફેવરેટ છે. અમારા ગીતને આટલો પ્રેમ આપવા માટે મુંબઈનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ...
તારાએ પોતાની પોસ્ટમાં અંતમાં વાઈરલ વીડિયોને કારણે થયેલાં દાવા પર ટિપ્પણી આપતાં લખ્યું હતું કે પી.એસ. ખોટી વાતો, અને ચાલાકીવાળું એડિટિંગ. લોકો દ્વારા ચલાવવામાં આવેલા પીઆર કેમ્પેઈન અમને ડગાવી શકતા નથી કે શકશે પણ નહીં. અંતમાં તો પ્રેમ અને સચ્ચાઈનો જ વિજય થાય છે. મજાક ધમકાવવા લોકો પર જ છે.
વીર પહાડિયાએ પણ તારા સુતરિયાની સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટ પર કમેન્ટ કરીને વીડિયોની હકીકત જણાવી હતી. વીરે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે મારું આ વાઈરલ થઈ રહેલું રિએક્શન કોઈ બીજા ગીત સમયે શૂટ કરવામાં આવ્યું હતું નહીં કે થોડી સી દારુવાળા ગીત સમયે. જોકર્સ...
સોશિયલ મીડિયા પર તારા સુતારિયાની પોસ્ટ વાઈરલ થઈ રહી છે અને નેટિઝન્સ તેના પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ સોશિયલ મીડિયા પર એપી ઢિલ્લોં સાથેની નજદીકીઓવાળો તારા સુતારિયાનો વીડિયો આગની જેમ વાઈરલ થયો હતો. જેમાં એપી ઢિલ્લોં અને તારાની ક્લોઝનેસ જોઈને તારાનો બોયફ્રેન્ડ વીર પહાડિયાનો અનકમ્ફર્ટેબલ થતું રિએક્શન જોવા મળ્યું હતું. આ વીડિયો પર પણ ફેન્સે મજેદાર કમેન્ટ્સ અને મીમ્સ પોસ્ટ કરીને રિએક્શન આપ્યું હતું.
વીર પહાડિયા અને તારા સુતારિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને જણ અવારનવાર ઈવેન્ટ્, ડિનર ડેટ કે પછી વેકેશન્સ પર સાથે સ્પોટ થતાં હોય છે. ફેન્સ પણ બંનેને સાથે જોવા માટે હંમેશા આતુર હોય છે.