ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું ચોથા નંબરનું વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે સ્ટેશન છે. સમય અનુસાર ભારતીય રેલવેનો ચહેરો, સુવિધામાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે અને આજે ભારતીય રેલવે દ્વારા હમસફર એક્સપ્રેસ, શતાબ્દી, અંત્યોદય એક્સપ્રેસ, તેજસ, વંદેભારત એક્સપ્રેસ સહિતની પ્રીમિયમ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. અલબત્ત આ ટ્રેનોની ટિકિટ અન્ય ટિકિટની સરખામણીએ થોડી વધારે મોંઘી હોય છે. પરંતુ જો તમે પણ વંદેભારત એક્સપ્રેસની ટિકિટ સસ્તામાં મેળવવા માંગો છો તો તમારે આ સ્ટોરી સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે...
વંદે ભારત એ ભારતીય રેલવેની પ્રીમિયમ ટ્રેનોમાંથી એક છે અને આ ટ્રેનમાં મુસાફરી કરવાની ઈચ્છા તો દરેક વ્યક્તિની હોય છે, પરંતુ આ ટ્રેનની ટિકિટ અન્ય ટ્રેનની સરખામણીએ થોડી મોંઘી હોય છે તો ઘણી વખત ઈચ્છા હોવા છતાં પણ એવું શક્ય નથી બનતું. પરંતુ આજે અમે તમને અહીં એક એવી સિક્રેટ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે સસ્તામાં વંદે ભારત ટ્રેનની ટિકિટ સસ્તામાં બૂક કરી શકશો. આ ટિપ્સ વિશે તમને ઈન્ડિયન રેલવે પણ નહીં જણાવે.
વાત કરીએ વંદે ભારત ટ્રેનની ટિકિટ કઈ રીતે સસ્તામાં બૂક કરી શકાય એની તો એના માટે તમારે અહીં જણાવેલી ટિપ્સને ધ્યાનથી વાંચવી પડશે. આ વિકલ્પ વિશે તો તમને ઈન્ડિયન રેલવે ખુદ પણ નહીં જણાવે. તમે જ્યારે પણ વંદે ભારત ટ્રેનમાં ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને ફૂડનું ઓપ્શન મળે છે. જો તમે નો ફૂડનું ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારા ટિકિટના પૈસા ઘટી જાય છે અને તમને ટ્રેનમાં પીરસવામાં આવતું ભોજન નહીં મળે.
વંદેભારત ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે તમારે આઈઆરસીટીસીની વેબસાઈટ પર કે એપમાં જવું પડશે. ટિકિટ બુક કરતી વખતે તમને ફૂડ અને બેવરેજનું ઓપ્શન મળે છે. જો તમે આઈ ડોન્ટ વોન્ટ ફૂડ, બેવરેજનું ઓપ્શન સિલેક્ટ કરશો તો ટિકિટ ફેરમાંથી એટલા પૈસા ડિડક્ટ થઈ જશે અને આમ તમે સસ્તી ટિકિટ પર વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં પ્રવાસ કરી શકશો.
ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો મુંબઈ-અમદાવાદ વચ્ચે જો તમે વંદે ભારત ટ્રેનમાં સીસી ક્લાસમાં તમારી ટિકિટ થાય છે 1400 રૂપિયાની આસપાસ હવે જો તમે ફૂડ નથી લેતાં તો તમારા ટિકિટમાંથી 300 રૂપિયા સીધા ઘટી જાય છે અને તમને 1000થી 1100 રૂપિયામાં આ ટિકિટ પડે છે. જોકે, રેલવે દ્વારા લાગુ કરવામાં આવતા ડાયનેમિક ફેર સિસ્ટમને કારણે આ ભાવ ઓછા વધુ થઈ શકે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરો, જેથી તેઓ પણ આ રીતે સ્માર્ટલી બજેટમાં વંદે ભારત ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે. આવી જ બીજી કામની અને મહત્ત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.