નવી દિલ્હીઃ થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ પર થાઈ સેના દ્વારા ભગવાન વિષ્ણુની એક મૂર્તિને તોડી દેવા અંગે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. થાઈલેન્ડ સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે, જેમાં જણાવ્યું છે કે હિંદુ દેવતાઓની જ્યાં મૂર્તિ હતી, ત્યાં રિલિજિયસ પ્રેક્ટિસ માટે રજિસ્ટર્ડ નહોતી. એના સિવાય થાઈલેન્ડે સુરક્ષા સંબંધિત મુદ્દો ગણાવ્યો હતો. થાઈલેન્ડે કહ્યું છે કે આ પગલું ધર્મ અથવા આસ્થા વિરોધી નથી.
આ મુદ્દે ભારત સરકારે મૂર્તિને તોડવા અંગે અપમાનજનક વાત ગણાવી હતી. આ હરકતને કારણે દુનિયાભરના ભક્તોની ભાવનાને દુખ પહોંચ્યું છે. ભારતે થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદી વિવાદને વાતચીત મારફત ઉકેલવાનો આગ્રહ કર્યો હતો. થાઈલેન્ડ-કંબોડિયા બોર્ડર પ્રેસ સેન્ટરે કહ્યું હતું કે હિંદુ દેવતાની મૂર્તિને તોડવાનો ઉદ્દેશ ધર્મ અથવા આસ્થા સંબંધિત નથી. થાઈલેન્ડ આ મુદ્દે કહ્યું હતું કે હિંદુ ધર્મ સહિત તમામ ધર્મોનું સમાન રીતે સન્માન કરે છે.
મીડિયાના અહેવાલ અનુસાર થાઈલેન્ડના અધિકારીએ કહ્યું હતું કે આ મૂર્તિ જ્યાં રાખવામાં ાવી હતી, ત્યાં ધાર્મિક સ્થળ તરીકે સત્તાવાર માન્યતા આપી નહોતી. જો મૂર્તિને હટાવી ના હોત તો સંવેદનશીલ બોર્ડર તણાવ વધ્યો હોત. થાઈલેન્ડના દાવા અનુસાર આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ વિવાદાસ્પદ સરહદ ચોંગ આન મા વિસ્તારમાં આવેલી છે. થાઈલેન્ડે એને કંબોડિયન સૈનિક દ્વારા કરેલા સાર્વભૌમત્વના પ્રતીક તરીકે જોતું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે થાઈલેન્ડ-કંબોડિયા સરહદ વિવાદથી પ્રભાવિત વિસ્તારસ્થિત એક હિંદુ દેવતાની પ્રતિમાની તોડફોડના અહેવાલો પણ જોયા છે. હિંદુ અને બૌદ્ધ દેવતાઓ સમગ્ર પ્રદેશમાં ઊંડી શ્રદ્ધા અને બૌદ્ધ દેવતાઓ સમગ્ર પ્રદેશમાં ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજનીય છે અને આપણા સહિયારા સભ્યતાના વારસાનો ભાગ છે. પ્રાદેશિક દાવાઓને ધ્યાનમાં લીધા વિના આવા અપમાનજનક કૃત્યો વિશ્વભરના ભક્તોની લાગણીઓને ટેસ પહોંચાડે છે અને એમ થવું જોઈએ નહીં. અમે બંને પક્ષોને શાંતિ પુનઃસ્થાપિત કરવા અને સંપત્તિ અને વારસાના નુકસાનને ટાળવા માટે સંવાદ અને રાજદ્વારી માર્ગ અપનાવવા વિનંતી કરીએ છીએ, એમ જણાવાયું હતું.