Mon Dec 15 2025

Logo

White Logo

SIR બાદ હવે વસ્તી ગણતરી માટે સરકારી કર્મચારીની મદદ લેવાશે, : આ રીતે સોંપાશે કામગીરી

8 hours ago
Author: Vimal Prajapati
Video

ભારતીય ચૂંટણી પંચની મતદારયાદી સુધારણા એટલે કે એસઆઈઆરની કામગીરી પૂર્ણ થવા આવી છે, આ પ્રક્રિયા બાદ હવે ભારતમાં સેન્સસ પ્રક્રિયા એટલે કે 16મી વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે. મહત્વની વાત એ છે કે છેલ્લે 2011માં 15મી વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યાર બાદ વસ્તી ગણતરી કરી નથી. હવે આગામી 2027માં વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી બાદ જાણવા મળશે કે ભારતમાં આખરે કેટલા લોકો રહે છે, જેથી સરકાર પોતાની આગામી નીતિ નિર્ધાર કરી શકે.

છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી

ખાસ વાત તો એ છે કે, ભારતમાં 2011 બાદ મોટી સંખ્યામાં લોકોએ ગ્રામ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર કર્યું છે, જેથી અત્યારે ગામડાઓમાં કેટલી વસ્તી છે? અને શહેરોમાં કેટલી વસ્તી છે? તેનો અંદાજ આ વસ્તી ગણતરી બાદ આવશે. આ વસ્તી ગણતરીના આધારે ભારતમાં કુલ વસ્તી કેટલી છે તેનો અંદાજ આવશે તે પ્રમાણે આગામી સરકાર ભાવી યોજનાઓની તૈયારી કરી શકશે અને તેમાં સફળતા કેવી રીતે મેળવી એનો પણ અંદાજ લગાવી શકાશે. 

700થી 800 નાગરિકોની જ ગણતરી કરવાની રહેશે

2027ની જે વસ્તી ગણતરી થવાની છે તેમાં શિક્ષકો અને ક્લાર્ક સહિતના અનેક સરકારી કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી શકે છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે જે વ્યક્તિને એટલે કે સરકારી કર્મચારીને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવશે તેને વસ્તી ગણતરી દરમિયાન માત્ર 700થી 800 નાગરિકોની જ ગણતરી કરવાની રહેશે. આ દરમિયાન તે ગણતરીકાર સાથે એક સુપરવાઇઝર પણ રહેશે. 

ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું છે

ગુજરાતમાં તો મોટે પાયે લોકોએ શહેરોમાં સ્થળાંતર કર્યુ છે, જેથી હવે ગુજરાતના ગામડાંઓમાં કેટલી વસ્તી રહી છે તેનું અંદાજ લગાવવું સરળ રહેશે. વસ્તી ગણતરી દરમિયાન જે લોકોએ ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કર્યું છે તે લોકો સાથે પૂછપરછ કરવામાં આવશે કે,  તેઓએ શા માટે ગામડાંમાંથી શહેરમાં કર્યું છે? આ કારણો વિશે જાણીને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવશે. જેથી ગ્રામ વિકાસ માટે કેવા પ્રકારના કાર્યો કરવાની જરૂર છે તેના વિશે વિચાર વિમર્શ કરી શકાશે.

પહેલી વખત જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે

મહત્વની વાત એ છે કે આ વખતે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની સરકારે યોજના બનાવી છે. વસ્તી ગણતરી બે તબક્કામાં થવાની છે. પહેલા તબક્કામાં એટલે કે એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 માં ઘરોની યાદી અને ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં 2017ના ફેબ્રુઆરી મહિનાથી વાસ્તવિક રીતે વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવશે. 2011 ની વસ્તી ગણતરી આંકડો મળ્યો હતો તેને ત્યારે 16 વર્ષ થઈ ગયા છે. જેથી 16 વર્ષ બાદ પણ સરકાર પાસે વસ્તીનું નિશ્ચિત આંકડો નથી તેવું માની શકાય. આ વસ્તી ગણતરીના આધારે ભારતની વસ્તીનો મૂળ આંકડો જાણી શકાય છે. એના કારણે સરકાર સામાજિક અને આર્થિક માળખાને સમજવામાં મદદ થશે. 

ક્યા ક્યા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે?

આ વસ્તી ગણતરીના આધારે જ આંકડો સામે આવશે તેમાંથી કેટલા લોકો ગરીબ છે, કેટલા લોકો અમીર છે? કેટલા પાસે રોજગાર છે? નાના ઉદ્યોગોની સ્થાપના થઈ છે? કયા વિસ્તારમાં કયા ઉદ્યોગ ની જરૂર છે? કયા પ્રકારની રોજગારીની જરૂર છે? તે તમામ પ્રકારે સરકારે ધ્યાન આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર આ વસ્તી ગણતરી માટે રૂપિયા 11,718 કરોડનું બજેટ ફાળવ્યું છે.  દેશમાં પહેલી વખત ડિજિટલ વસ્તી ગણતરી થશે, જેમાં કુલ મળીને 30 લાખથી વધારે કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે.