કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીરે બાબરી મસ્જિદની પ્રતિકૃતિરૂપ મસ્જિદનો શિલાન્યાસ કર્યા બાદ હવે મમતા બેનર્જી પણ એક્ટીવ થયા છે. જેમાં સીએમ મમતા બેનર્જી હવે કોલકાતાના ન્યુ ટાઉનમાં દુર્ગા આંગનનો શિલાન્યાસ કરવાના છે. દુર્ગા આંગન ઇકો પાર્કની બાજુમાં આશરે 15 એકર જમીન પર બનાવવામાં આવશે. જેની માટે રૂપિયા 263 કરોડ ફાળવ્યા છે. મંદિરનું બાંધકામ બે વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે. મમતા બેનર્જીએ શહીદ દિવસના કાર્યક્રમ દરમિયાન દેવી દુર્ગાને સમર્પિત મંદિર બનાવવાની જાહેરાત કરી હતી.
હુમાયુ કબીરે દુર્ગા આંગણ શિલાન્યાસ પર કટાક્ષ કર્યો
પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં 6 ડિસેમ્બરના રોજ ટીએમસીમાંથી સસ્પેન્ડ ધારાસભ્ય હુમાયુ કબીરે એક મસ્જિદનો શિલાન્યાસ કરીને બંગાળમાં બાબરી મસ્જિદના નામે ચૂંટણી માટે વાતાવરણ બનાવવાનું શરૂ કર્યું છે. ત્યારે હુમાયુ કબીરે મુખ્યમંત્રી મમતા બેનર્જીના કોલકાતાના ન્યુ ટાઉનમાં દુર્ગા આંગણ મંદિર સંકુલનો શિલાન્યાસ અંગે કટાક્ષ કર્યો છે. તેમજ પૂછ્યું છે કે શું મમતા બેનર્જી તેમની મરજીથી મંદિર બનાવી રહ્યા છે. શું તેવો રાજ્યભરના મંદિર નિર્માણ અને અવાજ ઉઠાવશે.
મંદિર તુષ્ટિકરણની રાજનીતિ માટે : ભાજપ :
પશ્ચિમ બંગાળમાં મંદિર-મસ્જિદના ગરમાયેલા રાજકારણ વચ્ચે ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપે હુમાયુ કબીર અને મમતા બેનર્જી પર પ્રહાર કર્યા છે. ભાજપ કહ્યું છે કે જે જમીન પર મંદિર બનાવવામાં આવશે ત્યાં વળતર સંબંધિત ઘણા કાનૂની કેસ પેન્ડિંગ છે. ખેડૂતોને તેમની જમીન માટે યોગ્ય ચુકવણી મળી નથી. ભાજપનો આરોપ છે કે મંદિર તુષ્ટિકરણની રાજનીતિ માટે બનાવવામાં આવી રહ્યું છે. ભાજપના નેતા દિલીપ ઘોષે કહ્યું છે કે, મમતા બેનર્જી હિન્દુઓને ખુશ કરવા માટે દુર્ગા મંદિર બનાવી રહ્યા છે અને મુસ્લિમ મત મેળવવા માટે બાબરી મસ્જિદ બનાવવા માટે તેમના એક પૂર્વ મંત્રી આ કામ કરી રહ્યા છે.