મુંબઈઃ સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્સ (Jemimah Rodrigues) અને અરુંધતી રેડ્ડીએ ગુરુવારે ક્રિસમસ ઉજવી હતી. તેમની આ તસવીરને લગતા એક અહેવાલમાં `હોમ અવે ફ્રૉમ હોમ' એવું લખવામાં આવ્યું હતું. ભારતીય મહિલા ટીમ એક મહિના પહેલાં વન-ડેમાં પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બની હતી.
ભારતીય મહિલા ટીમ હાલમાં તિરુવનંતપુરમના પ્રવાસે છે જ્યાં શુક્રવારે ભારતની શ્રીલંકા સામે ત્રીજી ટી-20 છે. ભારતે પાંચ મૅચની શ્રેણીમાં 2-0થી આગળ છે.
ભારતે સિરીઝની પ્રથમ ટી-20 આઠ વિકેટે અને બીજી મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. હવે શુક્રવારની ત્રીજી મૅચ પણ જીતીને ભારતીય ટીમ 3-0થી વિજયી સરસાઈ મેળવી શકશે.
સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ભારતીય ટીમની વાઇસ-કૅપ્ટન છે, જ્યારે જેમિમા ટીમની મહત્ત્વની બૅટર્સમાં ગણાય છે. અરુંધતી રેડ્ડી પેસ બોલર છે.
સ્મૃતિએ તાજેતરમાં જ સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથે બ્રેક-અપ કર્યું હતું. સ્મૃતિ એ આઘાતમાંથી બહાર આવીને ફરી રમવા લાગી છે. જોકે શ્રેણીની પહેલી બન્ને મૅચમાં તેનો પર્ફોર્મન્સ (પચીસ રન અને 14 રન) જોઈએ એટલો સારો નથી રહ્યો.