Thu Jan 01 2026

Logo

White Logo

WhatsApp પર આવતા 'Happy New Year' ગ્રીટિંગ્સ ખાલી કરી શકે છે : તમારું બેંક એકાઉન્ટ, જાણો કેવી રીતે બચવું...

2 days ago
Author: Darshana Visaria
Video

AI


હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ન્યૂ યર પ્લાનિંગ, સેલિબ્રેશન, પાર્ટીઝની વાતો સાંભળવા મળી રહી છે. આ સાથે સાથે જ ન્યૂ યર છે એટલે શુભેચ્છા આપતા મેસેજ પણ ખરા જ. પણ સાવધાન ન્યૂ યરની શુભેચ્છા આપતા મેસેજ જ ક્યાંક તમારું બેંક એકાઉન્ટ સફાચટ કરવામાં નિમિત્ત ના બની જાય. જી હા, સાઈબર ક્રિમીનલ્સ ક્રિસમસ ગિફ્ટ બાદ હવે ન્યૂ યર ગિફ્ટને હથિયાર બનાવીને તમને છેતરવાનો જાળ બિછાવી છે. આવો જોઈએ આ વિશે સાઈબર એક્સપર્ટ્સ શું કહે છે અને કઈ રીતે એનાથી બચી શકાય... 

સાઈબર એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં સાઈબર ક્રિમીનલ્સ વોટ્સએપ પર તમને કંઈક આવો મેસેજ મોકલાવે છે- Happy New Year! તમારો ખાસ ગ્રીટિંગ કાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો. ઘણી વખત આ મેસેજ તમને ઓળખીતા નંબર પરથી પણ આવી શકે છે, કારણ કે સાઈબર ક્રિમીનલ્સ હેક કરેલા વોટ્સએપ એકાઉન્ટ પરથી મેસેજ મોકલાવે છે. જેવું તમે લિંક પર ક્લિક કરો છો એટલે તમારી સામે રંગબેરંગી એનિમેશન, વિશ કરતું પેજ ખુલે છે અને અહીં તમને ગ્રીટિંગ જોવા માટે એક એપ ડાઉનલોડ કરવાનું જણાવવામાં આવે છે. રિયલ કેચ તો આ જ છે. 

એપીકે એટલે કે એન્ડ્રોઈડ પેકેજ કિટ એક એવી ફાઈલ છે જેનાથી મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી શકાય છે. સામાન્યપણે એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી સુરક્ષિત રીતે ડાઉનલોડ થાય છે. પણ વોટ્સએપ કે એસએમએસ પરથી આવેલી એપીકે ફાઈલને ઈન્સ્ટોલ કરવી ખૂબ જ જોખમી સાબિત થાય છે. જો આ ફાઈલ કોઈ અનટ્રસ્ટેડ સોર્સથી આવી છે તો તેને ડાઉનલોડ કરવું વધારે રિસ્કી છે, કારણ કે તેમાં માલવેયર હોઈ શકે છે. 

યુઝર જેવું એપીકે ફાઈલ્સ મોબાઈલમાં ઈનસ્ટોલ કરે છે એટલે તેમાં રહેલું માલવેયરને કારણે તમારા ફોનનો પૂરેપૂરો કન્ટ્રોલ હેકર્સને મળી જાય છે. ત્યાર બાદ ફોન પોતાની જાતે એપ ખોલવા લાગે છે અને કોન્ટ્ક્સ, બેંકિંગ ડિટેઈલ્સ, પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી યુઝર્સ સુધી પહોંચી જાય છે. 

પહેલાં આવી એપીકે ફાઈલ્સ આરટીઓ ચલાન.એપીકે, એસબીઆઈ યોજના.એપીકે જેવા નામથી મોકલવામાં આવતી હતી, જેને કારણે લોકો ડરથી કે લાલચમાં ક્લિક કરતાં હતા. પરંતુ હવે ફેસ્ટિવ સિઝનમાં સાઈબર ફ્રોડસ્ટરે પોતાની સ્ટ્રેટેજી બદલી છે અને હવે ક્રિસમસ, ન્યૂ યર જેવા દિવસોમાં ન્યૂ યર ગિફ્ટ.એપીકે, ક્રિસમસ ગ્રીટિંગ.એપીકે કે પછી પાર્ટી પિક્સ.એપીકે જેવા નામથી આ લિંક મોકલવામાં આવે છે. 

સાઈબર ક્રિમીનલ્સ એપીકે ફાઈલ્સનું નામ એવું રાખે છે કે લોકો ફોટો કે વીડિયો સમજીને સમજ્યા વિચાર્યા વિના ડાઉનલોડ કરી લે છે, અને ખતરનાક માલવેયર તેમના ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય છે. ઈનસ્ટોલ થયા બાદ આ માલવેયર તમને ખબર પણ ના પડે એ રીતે પોતાનું કામ કરવા લાગે છે. 

સાઈબર ફ્રોડથી બચવા માટે શું કરવું જોઈએ એની તો સુરક્ષા માટે સૌથી જરૂરી છે સતર્કતા. કોઈ પણ અજાણી લિંક પર ફાઈલ પર ક્લિક ના કરો અને એમાં પણ ખાસ કરીને તહેવારોમાં. ગૂગલ પ્લે સ્ટોર સિવાયની એપ ડાઉનલોડ કરવાનું ટાળો. ફોનમાં સિક્યોરિટી સેટિંગ્સ ઓન રાખો અને બેંકિગ એપ્સ પર એલર્ટ એક્ટિવ રાખો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક સેકન્ડની સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે. 

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્ર અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો, જેથી તેઓ કોઈ પણ મુશ્કેલીમાં ફસાતા બચી શકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.