વોટ્સએપ એ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે. નવા વર્ષ 2026ના આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે વિશ્વના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા પણ યુઝર્સના સેલિબ્રેશનને વધારે મજેદાર અને ઈન્ટ્રસ્ટિંગ બનાવવા માટે કેટલાક એકદમ ધમાકેદાર અને ધાસ્સુ અપડેટ્સ રજૂ કરવામાં આવ્યા છે.
વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષનો પ્રથમ દિવસ સૌથી વધુ વ્યસ્ત હોય છે, તેથી આ વખતે વોટ્સએપ દ્વારા કમ્યુનિકેશનને વધુ ઇન્ટરેક્ટિવ અને મજેદાર બનાવવા માટે ખાસ ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ, 2026ના સ્વાગત માટે WhatsApp કયા નવા ફીચર્સ લઈને આવ્યું છે-
ન્યૂ યર સ્પેશિયલ સ્ટીકર્સ અને વીડિયો ઇફેક્ટ્સ
નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે વોટ્સએપે ખાસ 'ન્યૂ યર ૨૦૨૬' સ્ટીકર પેક લોન્ચ કર્યું છે. યુઝર્સ પર્સનલ અથવા ગ્રુપ ચેટમાં આ આકર્ષક સ્ટીકર્સ શેર કરી શકશે. આ ઉપરાંત, વીડિયો કોલિંગ માટે નવા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઉમેરવામાં આવ્યા છે. હવે કોલ દરમિયાન તમે આતશબાજી, સિતારા કે કન્ફેટી (રંગબેરંગી કાગળના ટુકડા) જેવી ઇફેક્ટ્સ લગાવી શકશો, જે તમારી ઉજવણીને જીવંત બનાવશે.
એનિમેટેડ મેસેજ રિએક્શન
વોટ્સએપે એનિમેટેડ મેસેજ રિએક્શન ફીચરને ફરીથી અપગ્રેડ કર્યું છે. હવે જ્યારે પણ તમે કોઈ મેસેજ પર કન્ફેટી વાળા ઈમોજીથી રિએક્શન આપશો, ત્યારે આખી ચેટ સ્ક્રીન પર એનિમેશન જોવા મળશે. આ ફીચર ખાસ કરીને નવા વર્ષની એનાઉન્સમેન્ટ અને અભિનંદન પાઠવતી વખતે વાતચીતમાં ઉત્સાહ ભરી દેશે.
સ્ટેટસમાં એનિમેટેડ સ્ટીકર્સ
હવે વોટ્સએપ સ્ટેટસ માત્ર ફોટા કે વીડિયો પૂરતું મર્યાદિત નહીં રહે. યુઝર્સ હવે પોતાના સ્ટેટસમાં ૨૦૨૬ થીમ આધારિત એનિમેટેડ સ્ટીકર્સ જોડી શકશે. આ ફીચરની મદદથી તમે અલગ-અલગ લેઆઉટ પસંદ કરી શકો છો, જેનાથી એક સાથે અનેક લોકોને સ્ટાઈલિશ રીતે વિશ કરી શકાશે.
ગ્રુપ પ્લાનિંગ માટે નવા ટૂલ્સ
નવા વર્ષની પાર્ટીનું પ્લાનિંગ હવે ગ્રુપ ચેટમાં વધુ સરળ બનશે. વોટ્સએપે કેટલાક ખાસ પ્લાનિંગ ટૂલ્સ ઉમેર્યા છે:
⦁ ઇવેન્ટ પિનિંગ: ગ્રુપમાં કોઈ ઇવેન્ટ ક્રિએટ કરીને તેને ઉપર પિન કરી શકાશે, જેથી કોણ આવી રહ્યું છે તેની વિગત મળી રહે.
⦁ પોલ: ખાવા-પીવાની પસંદગી કે એક્ટિવિટી નક્કી કરવા માટે વોટિંગ કરી શકાશે.
⦁ લાઈવ લોકેશન: મિત્રોને મળવા માટે લોકેશન શેરિંગ સરળ બનશે.
⦁ વીડિયો મેસેજ: જે મિત્રો પાર્ટીમાં નથી આવી શક્યા, તેઓ રિયલ ટાઈમ વીડિયો મેસેજ દ્વારા ઉજવણીનો ભાગ બની શકશે.
છે ને એકદમ ધાસ્સુ અને કામની ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.