પેનકાર્ડ અને આધારકાર્ડ આજના સમયમાં સૌથી જરૂરી દસ્તાવેજો દગણાય છે. નાના-મોટા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે પેનકાર્ડનો ઉપયોગ થાય છે અને આધારકાર્ડ પણ ઓળખના પુરાવા તરીકે વિવિધ જગ્યાએ આપવું પડે છે. સરકાર દ્વારા આધારકાર્ડ-પેનકાર્ડ લિંક કરવા માટે 31મી ડિસેમ્બર, 2025ની ડેડલાઈન આપી હતી. હવે આ ડેડલાઈનને પૂરી થવામાં ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તમારું આધારકાર્ડ અને પેનકાર્ડ લિંક છે કે નહીં એ કઈ રીતે ચકાસી શકાય એવો સવાલ થયો હોય તો આ સ્ટોરી મતારા માટે જ છે. અમે તમને આધારકાર્ડ-પેનકાર્ડ લિંક છે કે નહીં એ જાણવા માટેની કેટલીક સિમ્પલ ટિપ્સ જણાવીશું…
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સ પ્રમાણે આધારકાર્ડ અને પેનકાર્ડ લિંક કરવા માટેની ડેડલાઈનને વારંવાર લંબાવી છે અને આ વખતે સરકારે 31મી ડિસેમ્બરની ડેડલાઈન આપવામાં આવી છે. પરિણામે પહેલી જાન્યુઆરી, 2026થી જો તમારું આધારકાર્ડ અને પેનકાર્ડ લિંક નહીં હોય તો તમારું પેનકાર્ડ ડિએક્ટિવેટ થઈ જશે અને તમારા આઈટી રિટર્ન, ફાઈનાન્શિયલ ઈન્વેસ્ટમેન્ટ, સેલરી, એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ સહિતના કામ નહી કરી શકો.
જો તમને પણ ખ્યાલ નથી કે તમારું આધારકાર્ડ અને પેનકાર્ડ લિંક છે કે નહીં તો તમે ખૂબ જ સરળતાથી આ વાતની ખાતરી ઘરે બેઠા ઓનલાઈન જ કરી શકો છો. તમે કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને તમે આધાર-પેનનું લિંકિંગ સ્ટેટ્સ ઓનલાઈન ચોક્કસ તપાસી શકો છો.
આ રીતે જાણી શકશો આધારકાર્ડ અને પેનકાર્ડ લિંક છે કે નહીં-
- સૌથી પહેલાં તો તમારે income Tax-e-Filling પોર્ટલ પર જવું પડશે
- હવે હોમપેજ પર ક્વિક લિંક્સ સેક્શન શોધીને લિંક આધાર સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરો
- હવે અહીં તમારે આધાર કાર્ડ નંબર અને પેનકાર્ડ નંબર લખવો પડશે
- ત્યાર બાદ તમે વ્યુ લિંક અધાર સ્ટેટસ પર ક્લિક કરવું પડશે
- બસ તમને ખબર પડી જશે કે તમારું આધાર-પેન લિંક છે કે નહીં.
હવે તમે આધારકાર્ડ પેનકાર્ડ લિંક છે કે નહીં એનું સ્ટેટસ જાણી લો અને જો તમને ખ્યાલ આવે કે તમારું આધારકાર્ડ-પેનકાર્ડ લિંક નથી તો પછી તમે કઈ રીતે આધાર-પેન કાર્ડ સિમ્પલ લિંક કરી શકાય એની તો એના માટે જરૂરી મુદ્દાઓ વિશે અહીં વાત કરવામાં આવી છે. ચાલો જોઈએ કઈ રીતે આધાર-પેન તમે ઘરે બેઠા ઓનલાઈન લિંક કરી શક છો એની..
આધારકાર્ડ-પેનકાર્ડ લિંક કરવા માટે આટલું કરો-
- સૌથી પહેલાં તો તમારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
- Quick Links પર ક્લિક કરી Link Aadhaar પર ક્લિક કરો
- પેન અને આધાર નંબર દાખલ કર્યા બાદ વેલિડેટ પર ક્લિક કરો
- આધાર કાર્ડમાં લખેલું નામ અને મોબાઈલ નંબર લખ્યા બાદ લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરો
- મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને એન્ટર કરો અને Validate પર ક્લિક કરો
- બસ થઈ ગયું તમારું આધાર અને પેનકાર્ડ લિંક
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ સેર કરજો, જેથી તેમને કોઈ મુશ્કેલીમાં મૂકાવવાનો વારો ના આવે. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.