Tue Dec 16 2025

Logo

White Logo

શુભમન ગિલ અંગે હવે અભિષેક શર્માએ : આપ્યું મહત્ત્વનું નિવેદન, વિશ્વાસ રાખો....

15 hours ago
Author: Mumbai Samachar Team
Video

ધર્મશાલાઃ 12 વર્ષની ઉંમરથી શુભમન ગિલ સાથે રમી રહેલા આક્રમક બેટ્સમેન અભિષેક શર્માએ કહ્યું હતું કે શુભમન ગિલ પોતાના ખરાબ ફોર્મમાંથી બહાર આવીને ભારત માટે ટી-20 વર્લ્ડ કપમાં મેચો જીતશે અને આવતા વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કરશે.

ફોર્મમાં ચાલી રહેલા સંજુ સેમસનને બહાર રાખવામાં આવ્યો હોવાથી ભારતની ટી-20માં પ્લેઈંગ ઈલેવનમાં ગિલની પસંદગી અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ગિલ 15 ઇનિંગ્સમાં 13.73ના સ્ટ્રાઇક રેટથી માત્ર 291 રન કરી શક્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20 મેચમાં 28 બોલમાં 28 રન ફટકાર્યા હતા.

ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મ વિશે પૂછવામાં આવતા અભિષેકે કહ્યું હતું કે હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે તમે વિશ્વાસ રાખો. આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપ અને આ શ્રેણીમાં પણ ભારત માટે મેચ જીતશે. 

પોતાના બાળપણના મિત્ર ગિલ વિશે તેમણે કહ્યું હતું કે, "હું તેની સાથે ઘણા લાંબા સમયથી રમી રહ્યો છું, ખાસ કરીને શુભમન, તેથી મને ખબર છે કે તે કોઈપણ ટીમ સામે અને કોઈપણ પરિસ્થિતિમાં રન બનાવી શકે છે. મને શરૂઆતથી જ તેના પર ઘણો વિશ્વાસ હતો અને ટૂંક સમયમાં બધા તેને એ જ રીતે ઓળખશે અને તેના પર વિશ્વાસ કરશે."

અભિષેકે કહ્યું હતું કે તેણે ડિસેમ્બરના હવામાનને ધ્યાનમાં રાખીને બેટિંગ કરી હતી. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે બોલ સ્વિંગ થઈ રહ્યો છે કે સીમ થઈ રહ્યો છે. મેં કેટલાક શોટ રમ્યા જે ફક્ત આવી વિકેટ પર જ રમી શકાય છે.