Thu Jan 01 2026

Logo

White Logo

અમદાવાદમાં બ્રિજ રિપેરિંગના નામે કરોડોનો ધુમાડો: : 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા, છતાં સુભાષબ્રિજ સહિત અનેક પુલોની હાલત ખરાબ

6 days ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદઃ અમદાવાદનો સુભાષબ્રિજ 4 ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરવામાં આવેલો છે. આ બ્રિજને 25 ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી પણ મહિનાઓ સુધી બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એમસીએ છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 36 બ્રિજનું રિપેરિંગ કામ અને કલર કામ કરવા પાછળ 35 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. થોડા સમય પહેલા જ સુભાષ બ્રિજના ફૂટપાથને રિપેર કરવા અને થીક્સ ટ્રોપિક પેચવર્ક માટે પણ 25 લાખ રૂપિયા ખર્ચ્યાં હતાં.

સુભાષબ્રિજ લોકો માટે ક્યારે ફરી ખુલ્લો મુકવામાં આવશે

મળતી વિગતો પ્રમાણે એએમસી દ્વારા બિફોર અને આફ્ટર મોન્સુન શહેરના 67 બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇન્સપેકશન કરનારી એજન્સી તેમના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે સુભાષ બ્રિજ સારી કન્ડિશન છે. જુલાઈ મહિનામાં બ્રિજ ઈન્સપેકશનનો રિપોર્ટ આવ્યો હતો. બ્રિજ સારી કન્ડિશનમાં હતો તો પછી માત્ર પાંચ જ મહિનામાં બ્રિજને બંધ કરવાની એએમસીને શા માટે ફરજ પડી તેને લઈને લોકો સવાલ કરી રહ્યાં છે.

અમદાવાદ શહેરના 67 બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યું

અલગ અલગ બ્રિજના રિપેરીંગ અને કલરકામ કરી બ્રિજની આવરદામા વધારો કરવાના દાવા સાથે કોર્પોરેશન તરફથી પાંચ વર્ષમાં 36 બ્રિજ પાછળ 35 કરોડનો ખર્ચ કર્યો છે. તેમ છતાં પણ હજી કેટલાક બ્રિજ છે જેમાં તિરાડો પડી હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા શહેરના કુલ 36 બ્રિજનું સમારકામમ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વિગતે જોઈએ તો સુભાષ બ્રિડ પર થીકસ ટોપિક પેચવર્ક માટે 25 લાખ, સરદાર(જૂનો) બ્રિજના રીસરફેસ વર્કમાં 1.5 કરોડ, સરદાર (નવો) બ્રિજના રીસરફેસ વર્ક માટે 1 કરોડ, એલિસ બ્રિજ(નવો) બ્રિજના રીસરફેસ વર્ક માટે 1.5 કરોડ, ગાંધી બ્રિજ(જૂનો) બ્રિજના રીસરફેસ વર્ક માટે 2 કરોડ, ગાંધી બ્રિજ(નવો) બ્રિજના બેરીંગ રીપ્લેસમેન્ટ માટે 75 લાખ, નહેરુ બ્રિજ બ્રિજના થીકસ ટોપિક પેચવર્ક માટે 3 કરોડ, દધિચી બ્રિજના વીઅરીંગ કોટ રીપેરીંગ માટે 25 લાખ, કાલુપુર બ્રિજના સ્ટ્રેન્થનિંગ વોલ માટે 2 કરોડ,

સારંગપુર બ્રિજના સ્ટ્રેન્થનિંગ વોલ માટે 2 કરોડ, અસારવા બ્રિજના થીકસ ટોપિક પેચવર્કના 40 લાખ, જગજીવન બ્રિજના સ્ટ્રેન્થનિંગ વોલ માટે 2 કરોડ, કેડીલા બ્રિજના રીસરફેસ વર્ક માટે 20 લાખ, ઝઘડા બ્રિજના રીસરફેસ વર્ક માટે 80 લાખ, આંબેડકર બ્રિજના થીકસ ટોપિક પેચવર્ક માટે 2.5 કરોડ, ચીમનભાઈ બ્રિજના થીકસ ટોપિક પેચવર્ક માટે 2 કરોડ, ચાંદલોડીયા બ્રિજના ગ્રાઉટીંગ વર્ક માટે 2 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ ઉપરાંત, વેજલપુર રેલવે બ્રિજના થીકસ ટોપિક પેચવર્ક માટે 3.5 કરોડ, શાહીબાગ રેલવે બ્રિજના રીસરફેસ વર્ક માટે 60 લાખ, ગુજરાત કોલેજ બ્રિજના રીસરફેસ વર્ક માટે 70 લાખ, રાણીપ રેલવે બ્રિજના રીસરફેસવર્ક માટે 65 લાખ, અખબારનગર બ્રિજના કેચડ્રેઈન રીપેરીંગ માટે 35 કરોડ, ઇન્કમટેક્સ બ્રિજના કેચડ્રેઈન રીપેરીંગ માટે 10 લાખ, ઉસ્માનપુરા બ્રિજના કેચડ્રેઈન રીપેરીંગ માટે 50 લાખ, શિવરંજની બ્રિજના રીસરફેસ વર્ક માટે 75 લાખ અને સીટીએમ બ્રિજના રીસરફેસ વર્ક માટે 65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.