Sun Dec 14 2025

Logo

White Logo

ખૂંખાર રીંછ કે વિશાળ હાથી નહીં, : તો સિંહ જ કેમ છે જંગલનો રાજા? કારણ જાણીને ચોંકી ઉઠશો...

19 hours ago
Author: Darshana Visaria
Video

આપણે હંમેશા જ સ્ટોરીમાં, ફિલ્મોમાં કે લેખોમાં જંગલના રાજા તરીકે સિંહને જ જોયો છે, વિઝ્યુલાઈઝ કર્યો છે. પરંતુ ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે આખરે આવું કેમ? જંગલમાં તો સિંહ કરતાં પણ વિશાળ, ખૂંખાર અને કાબેલ બીજા પ્રાણીઓ વસે છે તેમ છતાં સિંહને જ કેમ જંગલના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે? આજે આપણે તમારા આ સવાલનો જવાબ આ સ્ટોરીમાં મેળવવાનો પ્રયાસ કરીશું, એટલે ચોક્કસ જ આ સ્ટોરી વાંચવી પડશે... 

કંઈક કેટલીય સદીઓથી સિંહને જ જંગલના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે તેને શક્તિ, સાહસ અને લીડરશિપનું પ્રતિક માવામાં આવે છે. જોકે, આ સિવાય પણ સિંહમાં અનેક એવી ક્વોલિટીઝ છે કે જે તેને જંગલના રાજાનો દરજ્જો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેના વિશે આપણે આજે અહીં વાત કરીશું. 

સિંહને જંગલના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમાં તેનો વ્યવહાર, દબદબો અને પોતાના સમુહ પરની પકડ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એક વાત નોંધી હશે તો તમને ખ્યાલ હશે કે સિંહ હંમેશા સમુહમાં રહે છે, જેને આપણે પ્રાઈડ તરીકે ઓળખીએ છીએ. સિંહ પોતાના પ્રાઈડની રક્ષા કરે છે, પછી એ બીજા સિંહથી બચાવવાની વાત હોય કે બીજું કોઈ જોખમ. આના પરથી ખ્યાલ આવે છે કે સિંહમાં એક સારી લીડરશિપ ક્વોલિટી પણ છે, જે એક રાજા બનવા માટે મહત્ત્વની ક્વોલિટી છે. 

આ ઉપરાંત સિંહને ક્યારેય છુપાઈને રહેવાની આદત નથી અને તે ઘનદાટ જંગલમાં રહેવાનું પસંદ નથી કરતો, પણ તેને બદલે ખુલ્લા ઘાસના મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે. સિંહની આ વૃત્તિ તેના બેખૌફ અંદાજને દર્શાવે છે. જંગલમાં રહેતાં અન્ય પ્રાણીઓથી સિંહની આ ક્વોલિટી તેને અલગ બનાવે છે. સિંહની ગર્જના જંગલમાં 8થી 10 કિલોમીટર સુધી સંભળાય છે. 

શક્તિશાળી, સાહસી, બેબાક હોવાથી જ કંઈ રાજા નથી બની જવાતું. સિંહ શક્તિશાળી હોવાની સાથે સાથે ચાલાક પણ છે. આ સિંહ એક અચ્છો શિકારી પણ છે અને તે જરૂર વિના શિકાર નથી કરતો. સિંહ શિકાર કરે છે તેનો મુખ્ય હેતુ હોય છે પોતાના અને પોતાના ઝૂંડના સદસ્યોની ભૂખ મિટાવીને તાકાત વધારવું. 

જો સિંહ અને ચિત્તા વચ્ચેના તફાવતની વાત કરીએ તો સિંહ શક્તિશાળી અને ખૂંખાર શિકારી છે. જ્યારે ચિત્તો ચપળ, ખતરનાક શિકારી તો છે પણ એની સાથે સાથે તે ખૂબ જ નબળો હોય છે, કારણ કે તે પોતાનો શિકાર બીજા શક્તિશાળી શિકારીથી બચાવી શકવા માટે સમર્થ નથી. જ્યારે વાત કરીએ રીંછની તો રીંછ શક્તિશાળી પ્રાણી તો છે પણ તે એકલો રહે છે. આ સિવાય રીંછમાં લીડરશિપ ક્વોલિટી, સમુહમાં નહીં રહેવાની અને પોતાની ટેરેટરીમાં રાજ નહીં કરવાનો સ્વભાવ તેને એક અચ્છો રાજા બનવાથી રોકે છે.  

આ તમામ ગુણ જ સિંહને જંગલનો રાજા બનાવે છે અને તેના કરતાં શક્તિશાળી, સાહસી પ્રાણીઓને જંગલના રાજાના દરજ્જાથી બનાવે છે. છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે ચોક્કસ શેર કરજો હં ને? આવી જ બીજી અજબ ગજબની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...