સુરેન્દ્રનગર: જિલ્લા વહીવટી તંત્રમાં આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસથી ફફડાટ વ્યાપી ગયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સુરેન્દ્રનગરના કલેકટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને અચાનક તપાસ શરૂ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને અચાનક તપાસ શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલીક શંકાસ્પદ નાણાકીય ગતિવિધિઓને આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં આજે ફફડાટ વ્યાપી ગયો હતો કે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સુરેન્દ્રનગરના કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને અચાનક તપાસ શરૂ કરવામાં આવી.
વહેલી સવારથી જ EDની ટીમોએ બંને અધિકારીઓના રહેઠાણ પર ધામા નાખ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલી કેટલીક શંકાસ્પદ નાણાકીય ગતિવિધિઓને આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ડૉ. રાજેન્દ્ર પટેલ 2015ની બેંચના આઈએએસ અધિકારી છે અને હાલ તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લા કલેકટર અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઇડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બંને અધિકારીઓ સાથે સંકળાયેલા બેનામી વ્યવહારો અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાના અહેવાલો છે. જોકે, ઈડી દ્વારા સત્તાવાર રીતે તપાસ અંગે સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવે ત્યારે જ વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે છે.