Sat Dec 13 2025

Logo

White Logo

ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયાની અને એમાં ભારતીય, : ચીની, શ્રીલંકન મૂળના ખેલાડીઓ ભર્યા છે!

1 day ago
Author: Ajay Motiwala
Video

મેલબર્નઃ ભારત અને ચીનનો ફેલાવો ક્યાં નથી એ તો કહો! અનેક દેશોમાં તો છે જ, કેટલાક દેશોની ક્રિકેટ ટીમોમાં પણ મૂળ આ બે દેશના ખેલાડીઓ સામેલ છે. વાત એવી છે કે આગામી 15મી જાન્યુઆરીએ નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં મેન્સ અન્ડર-19 (Under 19) વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જે માટે ઑસ્ટ્રેલિયાએ જે ટીમ જાહેર કરી છે એમાં ભારતીય મૂળના બે, શ્રીલંકન મૂળના પણ બે અને ચીની મૂળના એક ખેલાડીનો સમાવેશ છે.

18 વર્ષનો આર્યન શર્મા (Aryan Sharma) લેફ્ટ-આર્મ સ્પિનર અને રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન છે. તે ભારતીય મૂળનો છે. જૉન જેમ્સ નામનો પેસ બોલિંગ ઑલરાઉન્ડર પણ ભારતીય મૂળનો છે. ચીનનો 18 વર્ષનો ઍલેક્સ લી યંગ વિકેટકીપર-બૅટ્સમૅન છે. તે પણ ઑસ્ટ્રેલિયા (Australia) વતી રમવાનો છે. બન્ને ભારતીય મૂળના ખેલાડીઓની જેમ તે પણ ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયો હોવાથી ઑસ્ટ્રેલિયા વતી રમવાનો છે.

ઑલિવર પીક ઑસ્ટ્રેલિયન ટીમનો કૅપ્ટન છે. તે ઑફ સ્પિન બોલિંગ કરે છે, પરંતુ ખાસ તો તે બૅટિંગ ઑલરાઉન્ડર તરીકે ઓળખાય છે.

મૂળ શ્રીલંકાનો નેડન કૂરે પણ ઑસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ છે. નીતેશ સૅમ્યૂલ્સ પણ મૂળ તો શ્રીલંકાનો જ છે અને તે વિકેટકીપર-બૅટ્સમૅન છે અને તેને પણ અન્ડર-19 વર્લ્ડ કપ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં સમાવવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયા ગ્રૂપ-એમાં છે જેમાં શ્રીલંકા, જાપાન અને આયરલૅન્ડ સામેલ છે.