Tue Dec 16 2025

Logo

White Logo

બીડમાં કાર સાથે જીપ અથડાતાં : ત્રણનાં મોત, બે ઘાયલ

4 hours ago
Author: Yogesh D Patel
Video

બીડ: બીડ જિલ્લામાં કાર સાથે જીપ અથડાતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય બે જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
અંબાજોગાઇ-લાતુર હાઇવે પર બર્દાપુર ક્રોસરોડ ખાતે સોમવારે રાતે 10.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.

જીપ બીડથી લાતુર જતી હતી ત્યારે સામેથી આવી રહેલી કાર સાથે તે ભટકાઇ હતી. કારમાં હાજર ત્રણ જણનાં ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે જીપમાંના બે જણને ઇજા પહોંચી હતી.

ઘાયલોને બાદમાં સારવાર માટે લાતુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય જણ લાતુરના રહેવાસી હતા, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)