ભારતે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અદ્ભૂત પ્રગતિ કરી છે અને એનો પુરાવો આપણને બાંધકામ ક્ષેત્રે પણ જોવા મળે છે. ભારત દ્વારા વિવિધ ટેક્નિકનો ઉપયોગ કરીને છેલ્લાં કેટલાક સમયમાં ભારતમાં આવા અને બાંધકામના નમૂના જોવા મળે છે. જો તમને કોઈ એવું કહે આવા આ ભારતમાં જ એક બ્રિજ એવો પણ છે કે જે એક પણ નટ બોલ્ટના ઉપયોગ વિના બનાવવામાં આવ્યો છે તો માનવામાં આવે ખરી? ના માનવામાં આવે એવી લાગતી આ વાત હકીકત છે. ચાલો તમને જણાવીએ…
અમે અહીં ભારતના જે બ્રિજની વાત કરી રહ્યા છીએ એ બ્રિજ એક પણ નટ-બોલ્ટનો ઉપયોગ કર્યા વિના બનાવવામાં આવ્યો છે, પણ તેમ છતાં તેની મજબૂતીનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે તેના પર ફાઈટર જેટ લેન્ડ કરવામાં આવે તો પણ પૂલને કંઈ જ નુકસાન થાય એમ નથી. આ બ્રિજની ગણતરી ભારતના સૌથી મજબૂત બ્રિજમાં કરવામાં આવે છે.
ભારતના નોર્થ ઈસ્ટમાં આવેલા આસામના બોગીબિલ બ્રિજની અહીં વાત થઈ રહી છે. આ બ્રિજને બાંધવામાં ક્યાંય નટ-બોલ્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને એના પર ટેન્ક કે ફાઈટર જેટ ઉતારી શકાય છે. આ બ્રિજ એન્જિનિયરિંગના ક્ષેત્રનો એક અદ્ભૂત નમૂનો છે.
બોગીબિલ બ્રિજ ભારતનો એક માત્ર એવો બ્રિજ છે કે જેને સંપૂર્ણપણે વેલ્ડિંગ ટેક્નિકથી બનાવવામાં આવ્યો છે. સામાન્યપણે બ્રિજના બાંધવા માટે નટ-બોલ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ આ બોગીબિલ બ્રિજ વેલ્ડિંગ કરીને બાંધવામાં આવ્યો છે. આ માટે સ્વિડિશ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્ય અને આ સમયે ઈટલીથી જ હેવી મશીનની મદદથી બ્રિજનું વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું.
ખાસ વાત તો એ છે કે આસામમાં જે જગ્યાએ આ બ્રિજ બાંધવામાં આવ્યો છે કે સિસ્મિક ઝોન-5માં આવે છે. આવી સ્થિતિમાં ભૂકંપના દબાણને નટ-બોલ્ટ કે રિવેટ્સ ટૂટી શકે છે. જોકે, વેલ્ડિંગને કારણે પૂલને લવચિકતા મળે છે અને એના ટૂટવાનું જોખમ ઘટી જાય છે. આ સિવાય નટ બોલ્ટ્સ અને રિવેટ્સને મેઈન્ટેનન્સની જરૂર પડે છે, કારણ કે સમયની સાથે તે ઢીલા પડી જાય છે, જેથી દુર્ઘટના થવાનું જોખમ વધી જાય છે. જ્યારે વેલ્ડિંગમાં આવું કોઈ જોખમ રહેતું નથી. મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે નટ બોલ્ટ ન હોવાને કારણે બ્રિજનું વજન ઓછું થઈ જાય છે. આને કારણે બ્રિજના પિલર પર ઓછો ભાર પડે છે.
વાત કરીએ બ્રિજના લાઈફ સ્પેનની તો આ પુલ 120 વર્ષ સુધી તો જેમનું તેમ જ રહેશે. સામાન્યપણે કોઈ બ્રિજની ઉંમર 180થી 100 વર્ષની આસપાસ હોય છે. પરંતુ આ બ્રિજને એટલી મજબૂતીથી બનાવવામાં આવ્યો છે કે તેના પર ફાઈટર પ્લેન કે ટેંક પણ ઉતારવામાં આવે તો તેને નુકસાન નથી થતું.
બ્રિજની ખાસિયત વિશે વાત કરીએ તો બ્રિજના નીચેના હિસ્સામાં રેલવે ટ્રેક છે તો ઉપરની તરફ રસ્તો છે. આ બ્રિજનું નિર્માણ કરવા માટે તાંબા યુક્ત સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના પર એલ્યુમિનિયમનું સ્પ્રે કરવામાં આવ્યું છે, જેને કારણે બ્રિજને નદીની ભેજવાળી હવા પણ જંગ નથી લાગવા દેતો.