અમદાવાદઃ જામનગરના સયાણા ગામમાં બે જૂથ વચ્ચે સંઘર્ષ થયો હતો. બન્ન જૂથની હિંસક અથડામણમાં એક આધેડે જીવ ગુમાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટનામાં પૈસાની લેતીદેતી મામલે બે જૂથ સામસામે આવી ગયા હતા અને હુમલાખોરોએ પાઈપ અને હથિયારો વડે એક પરિવાર પર હુમલો કર્યો હતો. આ પરિવારજનોમાંથી એક આધેડનું મોત પિનજ્યું હતું જ્યાર અન્યોને સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે હત્યાનો બનાવ નોંધી 14 સામે ગુનો નોંધી સાતને રાઉન્ડ અપ કર્યા હતા. એક આરોપી ઘાયલ થયો હતો તે સારવાર હેઠળ છે જ્યારે અન્ય 6 આરોપી ફરાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અને ખેતી કામ તથા માછીમારી કરતા હાજી બચુભાઈ કકલને પોતાના જ પરિચિત એવા અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની જાળ ખરીદી હતી, જેના પાંચ લાખ રૂપિયામાંથી ચાર લાખ અપાઈ ગયા હતા, પરંતુ એક લાખ રૂપિયા મામલે રકઝક ચાલતી હતી અને તેમાં હિંસક અથડામણ થઈ હતી. હાલમાં પોલીસે સઘન બંદોબસ્ત રાખ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.