Sat Dec 13 2025

Logo

White Logo

ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ફોટક નિવેદન, : કહ્યું રશિયા યુક્રેન યુદ્ધ નહી અટકે તો ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાશે

wasington   18 hours ago
Author: Chandrakant Kanoja
Video

વોશિંગ્ટન : રશિયા અને યુક્રેન વચ્ચે  ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેના પગલે હવે ડોનાલ્ડ ટ્રમ્પની ધીરજ ઘટી છે. તેમજ તેમણે હવે સ્ફોટક નિવેદન કર્યું  છે. તેમણે કહ્યું છે જો રશિયા યુક્રેન યુદ્ધ નહી અટકે તો તે ટૂંક સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે. જોકે,  તેમણે કહ્યું છે અમેરિકા આ યુદ્ધને અટકાવવા બનતા તમામ પ્રયાસ કરી રહ્યું છે. 

આ સ્થિતી વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી રહી છે

આ અંગે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવતા  ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચ્યું છે.  તેમણે દાવો કર્યો હતો કે ગયા મહિને યુદ્ધમાં લગભગ 25,000 લોકો જેમાં મોટાભાગે સૈનિકો  માર્યા ગયા હતા. ટ્રમ્પે કહ્યું, હું ઇચ્છું છું કે આ હિંસા બંધ થાય. તેમણે કહ્યું કે આ સ્થિતી વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી રહી છે. જે અમેરિકા નથી ઇચ્છતું,

અમેરિકા યુક્રેન સાથે યુદ્ધમાં સામેલ નથી 

આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે , અમેરિકા યુક્રેન સાથે યુદ્ધમાં સામેલ નથી પરંતુ ફક્ત વાટાઘાટો કરી રહ્યું છે. કારણ કે દરેક ઇચ્છે છે કે અમેરિકા સામેલ થાય. તેમણે દાવો કર્યો હતો કે યુક્રેન અને યુરોપ બંને ઇચ્છે છે કે અમેરિકા વાટાઘાટોને લીડ કરે