Mon Dec 15 2025

Logo

White Logo

ગિફ્ટ સિટીમાં માત્ર પૈસા કમાવવા નહીં, : ફીટ રહેવા માટેની પણ થઈ રહી છે વ્યવસ્થા...

9 hours ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ ફાયનાન્સ સેન્ટર તરીકે ઊભરી રહેલા ગિફ્ટ સિટીમાં હવે રમતગમત માટે પણ સુવિધા વિકસાવવામાં આવશે. આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. લગભગ 2.5 એકરમાં પ્રસ્તાવિત આ સ્પોર્ટ્સ કૉમેપ્લેક્સમાં ઈનડોર અને આઉટડોર ગેમ્સની વ્યવસ્થા હશે. બોક્સ ક્રિકેટ, પિકલબૉલ, બાસ્કેટબૉલ અને બેડમિંટન જેવી રમતો રમવા માટેની સુવિધાઓ અહીં વિકસાવવામાં આવશે, જેનો લાભ અહીં કામ કરનારા અને રહેનારા બન્ને લઈ શકશે. 

ગિફ્ટ સિટીએ ડિઝાઈન, ડેવલપમેન્ટ, ઑપરેશન અને મેઈનટેનન્સ માટે મલ્ટિ પર્પઝ સ્પોર્ટ્સ એરિયા વિકસાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અધિકારીઓને આશા છે કે આવતા મહિનાના જૂલાઈ-ઑગસ્ટ મહિનામાં આ એરિયા તૈયાર થઈ જશે. આમ કરવાનો હેતુ ફિટનેસને પ્રોત્સાહન આપવાની સાથે સાથે લોકોનું સામાજિક આદાનપ્રદાન વધે તે છે. હાલમાં ગિફ્ટ સિટીમાં માત્ર પ્રાઈવેટ ક્લબ છે.

નવી સુવિધા ડોમેસ્ટિક ઝોનમાં હશે અને બધા માટે પ્રવેશ સરળ રહેશે. હાલમા અહીં અલગ અલગ કંપનીઓમાં 27,000 કમર્ચારી કામ કરે છે અને એકાદ બે વર્ષમાં રહેવાસી વિસ્તારમાં પણ લોકો રહેવા આવી જશે. અમદાવાદમાં 2030 કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ગિફ્ટ સિટિમાં તૈયાર થઈ રહેલો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મહત્વનો સાબિતથશે, તેમ સૂત્રોએ જમાવ્યું હતું.

More News...