Mon Jan 05 2026

Logo

White Logo

એક વખત કમિટમેન્ટ કર્યું પછી હું મારી વાત પણ સાંભળતો નથીઃ : એકનાથ શિંદેના વિપક્ષ પર આકરા પ્રહારો

3 weeks ago
Author: mumbai samachar teem
Video

નાગપુર: નાગપુરમાં રાજ્ય સરકારનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં રાજ્યમાં વિવિધ મુદ્દાઓ પર શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપોને કારણે રાજકારણ ખૂબ ગરમાયું હતું. આ પૃષ્ઠભૂમિમાં, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ​​વિધાન પરિષદમાં અંતિમ સપ્તાહના ઠરાવ પર બોલતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની આડકતરી ટીકા કરતા કહ્યું હતું કે કેટલાક લોકો આવ્યા અને ફરીને જતા રહ્યા. બે કલાક પણ હોલમાં બેઠા નહીં. ખેડૂતોની લોન માફી પર સરકારના વલણને સમજાવતી વખતે એકનાથ શિંદે શેરો-શાયરી કરતાં જોવા મળ્યા હતા. 'એકવાર મેં કમિટમેન્ટ કર્યું  પછી હું મારી વાત પણ સાંભળતો નથી,' એકનાથ શિંદેએ કહ્યું હતું. 

વિરોધ પક્ષે આખા સત્ર દરમિયાન વિપક્ષના નેતાના પદ સિવાય બીજી કોઈ ચર્ચા ન કરી, એ દુર્ભાગ્યપૂર્ણ છે. પણ વિરોધ પક્ષ પાસે સંખ્યાબળ નથી એ આપણી ભૂલ નથી. એ જનતાએ પોતાનો મત આપ્યો છે, અને તે આદેશ તેમણે સ્વીકારવો જોઈએ. પરંતુ કેટલાક લોકો બહાર બોલે છે, અહીં સભાગૃહમાં આવીને બોલતા નથી. અમે પણ આરોપો લગાવી શકીએ છીએ. જોકે, અમે નીચલા સ્તરે જઈને બોલતા નથી. 

હવે કેટલાક લોકો ફક્ત ફરવા માટે આવ્યા અને ગયા. તેઓ આવ્યા, પ્રવાસ કર્યો અને ગયા. કોઈએ આને વ્યક્તિગત રીતે ન લેવું જોઈએ, હું કોઈની વ્યક્તિગત રીતે વાત નથી કરી રહ્યો. કેટલાક સભ્યો એવા છે જે ગૃહમાં એક પણ પ્રશ્ન પૂછતા નથી," એકનાથ શિંદેએ તેમનું નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. 

કેટલાક લોકોએ કર્જ માફીનો વિષય કાઢ્યો હતો, અમે ખેડૂતોને દેવું માફ કરવાનો શબ્દ આપ્યો છે. અમે મહાયુતી ના ઘોષણાપત્રમાં દેવું માફીનો શબ્દ આપ્યો છે. તેથી, બધું બરાબર થઈ જશે. હવે વિપક્ષે કહ્યું હતું કે લાડકી બહેન યોજના સફળ થશે નહીં, પરંતુ આ યોજના સફળ થઈ. 

જોકે, અહીંના કેટલાક લોકો તો તે યોજના વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા. પરંતુ કોર્ટે તે લોકોને યોગ્ય જવાબ આપ્યો. અમે જે બોલીએ છીએ તે કરીએ છીએ. કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ. "હું એક તો કમિટમેન્ટ કરતો નથી, પણ એકવાર મેં કમિટમેન્ટ કરી લીધી, પછી હું મારી પોતાની પણ સાંભળતો નથી." તેથી અમે દેવું માફ કરીશું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી," શિંદેએ કહ્યું હતું.