Tue Dec 09 2025

Logo

White Logo

પશ્ચિમ બંગાળમાં વ્યક્તિએ 50 વર્ષ જૂના 'પિત્તળના તાળા'ની : ચોરીની ફરિયાદ નોંધાવી, પોલીસે પણ...

5 days ago
Author: darshna visaria
Video

પશ્ચિમ બંગાળના સિઉડીથી એક અનોખી ઘટના સામે આવી રહી છે આ ઘટનામાં એક વ્યક્તિ દેખાવમાં સાધારણ એવું પિત્તળનું તાળું ચોરી થવાની ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આઈ નો વાંચવામાં તમને આ ભલે થોડું વિચિત્ર લાગશે, પરંતુ જ્યારે આખી સ્ટોરી જાણશો તો તમારું દિલ પણ ભરાઈ આવશે. ચાલો તમને આખી સ્ટોરી વિશે જણાવીએ... 

મળતી માહિતી મુજબ ચોરાઈ ગયેલાં તાળાના મૂળ માલિકનું નામ કુતુબુદ્દીન મિર્ધા છે અને તેમનું આ તાળા સાથે ઈમોશનલ કનેક્શન હતું. આ તાળું ચોરાઈ ગયા બાદ કુતુબુદ્દીન તૂટી ગયા હતા અને તેમણે પોલીસમાં ફકિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. પોલીસ પણ આ અજીબોગરીબ પણ ઈમોશનલ સ્ટોરી સાંભળીને ચોંકી ઉઠી હતી. 

આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો કુતુબુદ્દીને પોલીસને જણાવ્યું કે તેમના માટે ચોરાઈ ગયેલું પિત્તળનું તાળું તેમના માટે એક તાળું જ નહીં પણ પિતાનીનિશાની છે. પચાસ વર્ષ પહેલાં તેમના પિતાએ આ તાળું બનાવડાવ્યું હતું. 1969માં યુસુફ મિર્ધાએ મમતાઝ બીડી સ્ટોર નામની એક દુકાન ખોલી હતી. થોડાક વર્ષો બાદ તેઓ ઉત્તર પ્રદેશનના અલીગઝ ગયા. આ અલીગઢ તાળામાં માટે ખૂબ જ જાણીતું છે અને ત્યાંથી તેમણે એક કારીગર પાસે ત્રણ ખાસ પિત્તળના તાળા બનાવડાવ્યા હતા. 

આ તાળા પર દુકાનનું નામ અને સરનામું કોતરાવ્યું હતું. 800 ગ્રામ વજનના આ તાળાની કિંમત એ સમયે 85 રૂપિયા 75 પૈસા હતી. આજે દુકાનનું નામ અને કામ ભલે બદલાઈ ગયું હોય પણ કુતુબુદ્દીને ત્રણેય તાળામાંથી એક પણ તાળું બદલાવ્યો નહીં. આ ત્રણેય તાળામાં જ કુતુબુદ્દીનની બાળપણની યાદો અને પિતાના સંઘર્ષની કહાની છે. તેઓ આ તાળાને પોતાની લાગણીઓ અને પરિવારના વારસાનું પ્રતિક છે. 

કુતુબુદ્દીને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે થોડાક સમય પહેલાં ત્રણ તાળામાંથી એક તાળું ચોરાઈ ગયું હતું. તાળું ચોરાઈ જતાં તેમને આર્થિક નુકસાન નહીં પણ પોતાની મહત્ત્વની યાદો ખોવાઈ ગયો હોવાનો અહેસાસ થયો. પોલીસ અધિકારીઓ પણ કુતુબુદ્દીનની લાગણીઓને ધ્યાનમાં લઈને આ અંગે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસનો ઉકેલ લાવવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. કુતુબુદ્દીન પણ આશા રાખી રહ્યા છે કે તેમનો ચોરાઈ ગયેલું તાળું પોલીસ ઝડપથી શોધી આપશે. 
 
છે ને એકદમ અનોખી સ્ટોરી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરજો હં ને? આવી જ બીજી દેશ-વિદેશની અજબ-ગજબની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.