Thu Jan 01 2026

Logo

White Logo

પૂર્વ સાંસદ શકીલ અહેમદનો રાહુલ ગાંધી પર  પ્રહાર, : કહ્યું રાહુલ અને સોનિયા ગાંધીની કાર્યશૈલીમાં તફાવત

3 weeks ago
Author: Chandrakant Kanoja
Video

નવી દિલ્હી  : કોંગ્રેસના સિનીયર નેતા અને મૂળ બિહારના શકીલ અહેમદે  કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યો છે. બિહારમાં કોંગ્રેસ-આરજેડીની હાર બાદ તેમણે પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તેમણે હવે પોતાનું દર્દ જણાવ્યું છે કે તેમણે કહ્યું તે પાર્ટીમાં અપમાનિત થતા હોવાનું અનુભવતા હતા. તેમણે રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા. તેમણે  કહ્યું તે રાહુલ ગાંધી એ લોકો જોડે સહજ નથી જે તેમને બોસ નથી માનતા 

મને પક્ષમાં અપમાનિત લાગતું હતું 

શકીલ અહેમદે વધુમાં જણાવ્યું કે હું ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ બન્યો છું.  તારિક અનવર અને હું બિહારના બે જ નેતા હતા જે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. પરંતુ મને પક્ષમાં અપમાનિત લાગતું હતું. અમારી સલાહ લેવામાં આવતી નહોતી.  જે દિવસે રાહુલ ગાંધીએ પ્રથમ  ચૂંટણી જીતી તે દિવસે હું મારા જીવનની પાંચમી ચૂંટણી જીત્યો હતો.  હું કેવી રીતે કહી શકું કે હું તેમના કારણે જીત્યો. 

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની કાર્યશૈલીમાં તફાવત

તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી એવા લોકો સાથે સહજ નથી  જે તેમને બોસ નથી માનતા. જયારે  સોનિયા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહા રાવ અને સીતા રામ કેસરી જેવા  કોંગ્રેસીઓ બધાને સાથે લઈ ચાલતા હતા. જયારે  રાહુલ ગાંધી સોનિયા ગાંધીની કોંગ્રેસને સાથે રાખી શક્યા નહી.  સોનિયા ગાંધીએ  કોંગ્રેસના નેતાઓને અવગણ્યા છે.  રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની કાર્યશૈલીમાં તફાવત છે. સોનિયા ગાંધી લોકોને મળતા હતા પરંતુ રાહુલ ગાંધી નથી મળતા. સોનિયા ગાંધી ટીકાકારોને ખુલ્લેઆમ મળતા હતા.