Mon Dec 08 2025

Logo

White Logo

લગ્ન મુલતવી રાખ્યા બાદ સ્મૃતિ મંધાના નહીં આ કોને મળવા પહોંચ્યો પલાશ મુચ્છલ? : વીડિયો થયો વાઈરલ...

3 days ago
Author: Darshana visaria
Video

છેલ્લાં કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ અને ઈન્ડિયન વુમન્સ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર જાત જાતની ચર્ચાઓ વાંચવા અને જોવા મળી રહી છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર પલાશ મુચ્છલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પ્રેમાનંદજી મહારાજના દરબારમાં જોવા મળી રહ્યો છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં... 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પલાશ મુચ્છલ પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે પહોંચ્યો છે. આ સમયે તેની સાથે આસપાસમાં બીજા લોકો પણ જોવા મળે છે. પલાશે આ સમયે વ્હાઈટ શર્ટ સાથે બ્લેક રંગનું જેકેટ પહેર્યું છે અને તેણે માસ્ક પહેરી રાખ્યું છે. એક આ સમયે તેના હાથ પર મહેંદી પણ જોવા મળી રહી છે. 

સ્મૃતિ મંધાના સાથેના લગ્ન પોસ્ટપોન્ડ થયા બાદ આ બીજી વખત પલાશ પબ્લિકલી દેખાયો છે. આ પહેલાં તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને હવે તે પ્રેમાનંદજી મહારાજ પાસે પહોંચ્યો હતો. નેટિઝન્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો પર જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો જોઈ લો... 

 

એક યુઝરે આ વાઈરલ થઈ રહેલાં વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ખૂબ જ ઓછી વખત એવું બને છે કે લગ્નની એક રાત પહેલાં જ કોઈ ચીટર પકડાઈ જાય અને એને વેન્યુ પરથી બહાર કાઢવામાં આવે છે. બીજા એક યુઝરે લખ્યું કે તેણે લગ્નની ખોટી અફવાઓ ફેલાવીને ચાલાકીથી રમી ગયો. જોકે, સ્મૃતિના પરિવારે સ્માર્ટલી અફવાઓને રોકી દીધી. હવે તે નવા નાટક અને ગતકડાંઓથી વાતોને વાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યાર બાદ બિગ બોસમાં જઈને દિલ ખોલીને માફી માંગશે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે 100 ચૂહે ખાકે બિલ્લી હજ કો ચલી. 

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે સ્મૃતિ અને પલાશના લગ્નની નવી તારીખ સામે આવી હતી અને એવું કહેવાઈ રહ્યું હતું કે બંને જણ સાતમી ડિસેમ્બરના લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. પરંતુ સ્મૃતિના ભાઈએ આ અહેવાલોને રદીયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે હજી સુધી આ લગ્ન મુલતવી જ છે.