Thu Jan 01 2026

Logo

White Logo

પશ્ચિમ બંગાળ બાદ ક્રાઈમમાં ગુજરાત બીજા સ્થાને, : 1 વર્ષમાં 3.44 લાખ ક્રિમિનલ કેસ વધ્યા

3 weeks ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદઃ ગુજરાતની ભારતના વિકસિત રાજ્યોની યાદીમાં ગણના કરવામાં આવે છે. પરંતુ ક્રાઈમ કેસ મામલે ગુજરાતનો આંકડો ચિંતાજનક છે. વિકાસ સાથે ગુજરાત ક્રાઈમમાં પણ આગળ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત ક્રાઈમના આંકડામાં બીજા સ્થાને છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો થયો હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં છે. ગુજરાતમાં ક્રિમિનલ કેસમાં થયેલો વધારો ગુજરાતમાં ગુનાખોરી વધી છે તેનો પુરાવો છે. 

પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત ક્રાઈમના આંકડામાં બીજા સ્થાને

આ સાથે વર્ષ 2024ની સરખામણીએ ગુજરાતમાં 1 ડિસેમ્બર 2025 સુધીમાં સિવિલ કેસમાં 15 હજાર જેટલો ઘટાડો નોંધાયો હતો. ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં ગયા વર્ષે 1 ડિસેમ્બર સુધી 12,36,524 હતા અને તે 1 ડિસેમ્બર 2025 સુધી વધીને 16,08,271 થયા છે. ક્રિમિનલ કેસમાં વધારે થયો તેની સાથે ટ્રાયલ કોર્ટમાં ક્રિમિનલ કેસમાં સૌથી વધુ વધારો થયો હોય તેમાં પશ્ચિમ બંગાળ બાદ ગુજરાતનું નામ આવે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 કેસ નોંધાય છે. 

સિવિલ કેસમાં એક વર્ષમાં માત્ર 15,682નો જ ઘટાડો નોંધાયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં 27 જેટલા કેસ 30-40 વર્ષથી 1 કેસ 40થી 50 વર્ષથી પેન્ડિંગ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે, જે ન્યાય મેળવવા માંગતા લોકો માટે ખરેખર ચિંતાનો વિષય છે. સમગ્ર દેશની ટ્રાયલ કોર્ટમાં 47,769 કેસ 30-40 વર્ષથી ચૂકાદાની રાહ જોઈ રહ્યાં છે, બીજી તરફ સિવિલ કેસ 1 ડિસેમ્બર 2024 સુધી 3,54,727 હતા. તે 1 ડિસેમ્બર 2025ના ઘટીને 3,39,045 થયા છે. સિવિલ કેસમાં એક વર્ષમાં માત્ર 15,682નો જ ઘટાડો નોંધાયો છે. આ આંકડો ભલે ઘટ્યો પરંતુ વાત ચિંતાજનક છે. ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં 156 સિવિલ કેસ 30-40 વર્ષથી જ્યારે 6 કેસ 40-50 વર્ષથી પેન્ડિંગ છે. સમગ્ર દેશમાં 4127 સિવિલ કેસ છેલ્લા 40-50 વર્ષથી પેન્ડિંગ છે. આ સમગ્ર વિગતો સંસદમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી.