Thu Jan 01 2026

Logo

White Logo

હાર્દિક પંડ્યા અને માહિકા શર્માએ : કન્ફર્મ કરી રિલેશનશિપ? પોસ્ટ કરીને કહ્યું...

3 weeks ago
Author: Darshana Visaria
Video

Hardik Pandya Mahieka Sharma


ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે સાર્બિયન મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથેના ડિવોર્સ બાદ હવે તેનું નામ સતત માહિકા શર્મા સાથે જોડાઈ રહ્યું છે. બંને જણ સતત સાથે જોવા મળી રહ્યા છે. હાર્દિક અને માહિતી બંને સાથે ફરતાં પણ જોવા મળી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં હાર્દિકે 59 રનની વિનિંગ ઈનિંગ પણ રમ્યો હતો. હાર્દિકની આ સફળતા પર કથિત ગર્લફ્રેન્ડ માહિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્હાલ વરસાવ્યું છે. ચાલો જોઈએ શું કહ્યું છે માહિકાએ-

ભારતીય ટીમના ઓલરાઉન્ડ ખેલાડી હાર્દિક પંડ્યાએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 મેચ પછીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હાર્દિક કહે છે કે જ્યારથી માહિકા એના જીવનમાં આવી છે ત્યારથી એના જીવનમાં ઘણું બધું સારું થયું છે. આ વીડિયો પર માહિકાએ જે કમેન્ટ કર્યુ છે એ ફેન્સનું દિલ જીતી રહ્યું છે. 

હાર્દિક પંડ્યાની પોસ્ટ પર માહિકાએ કમેન્ટ કરતાં લખ્યું છે કે તુમ જૈસા કોઈ નહીં મેરે રાજા... અહીંયા તમારી જાણ માટે કે હાર્દિક અને માહિકાએ હજી પોતાની રિલેશનશિપને ન તો કોઈ નામ આપ્યું છે કે ન તો કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી છે. પરંતુ આ રીતે હાર્દિકની પોસ્ટ પર કમેન્ટ આપવું, માહિકાના સપોર્ટમાં આવીને હાર્દિકનું પેપ્ઝ પર ભડકવું એ દર્શાવે છે કે કુછ તો હુઆ હૈ, કુછ હો ગયા હૈ... 

હાર્દિક પંડ્યાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને આ પોસ્ટમાં તેણે પેપ્ઝ પર ગુસ્સો કર્યો હતો. આ ગુસ્સાના કારણ વિશે વાત કરીએ કો એક કેમેરામેને રેસ્ટોરાંની બહાર નીકળતા સમયે ખોટા એન્ગલથી માહિકાનો વીડિયો લીધો હતો. હાર્દિકે આ મામલે પોતાની રાય આપતા જણાવ્યું હતું કે મહિલાઓ સમ્માનને પાત્ર છે અને આ પ્રકારની હરકત કોઈ પણ મહિલા સાથે ના કરવી જોઈએ. 

કટકમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવી હતી.એ સમયે હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 59 રનની તોફાની ઈનિંગ રમીને ભારતને 175 રન સુધી પહોંચાડી હતી જેની સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 74 રન જ બનાવી શકી હતી.