Thu Jan 01 2026

Logo

White Logo

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા: : ફેક્ટરીમાં ગોળી મારી ઢીમ ઢાળ્યું

Dhaka   1 day ago
Author: mumbai samachar teem
Video

છેલ્લા 10 દિવસમાં ત્રણ હિંદુઓની હત્યાથી વૈશ્વિક સ્તરે રોષ, સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

ઢાકા/નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં લઘુમતીઓને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં વધુ એક હિંદુ યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. લઘુમતીઓમાં ખાસ કરીને હિંદુઓ પર હુમલાઓ વધ્યા છે, જ્યારે જ્યારે વધતા હુમલાને લઈ ભારત સહિત સમગ્ર દુનિયાભરના હિંદુઓમાં બાંગ્લાદેશ પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. હિંદુઓ પર વધતા હુમલાને લઈ માનવ અધિકાર સંગઠનોએ પણ બાંગ્લાદેશ સરકારને વખોડી નાખી હતી.

સોમવારે વધુ એક યુવકની ફેક્ટરીમાં મુસ્લિમ મિત્રએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. સોમવારે રાતના 6.45 વાગ્યાના સુમારે મેહરાબારી વિસ્તાર સ્થિત સુલ્તાન સ્વેટર્સ લિમિટેડ (લાબીબ ગ્રુપ)માં ફાયરિંગ થયું હતું. ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ બજેન્દ્ર બિશ્વાસનું ગોળી વાગવાથી મોત થયું હતું. પોલીસે આરોપી નોમાન મિયા (29)ની ધરપકડ પણ કરી છે. બાંગ્લાદેશમાં હિંદુઓની વધતી હત્યા મુદ્દે હિંદુઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. 

સોમવારે રાતના 6.45 વાગ્યાના સુમારે મેહરાબારી વિસ્તારની ફેક્ટરીમાં બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર બજેન્દ્ર બિશ્વાસ અને નોમાન મિયા ફેક્ટરી પરિસરમાં હતા ત્યારે બંને વચ્ચે વાતચીત વખતે શોટગનથી નોમાન મિયાએ બજેન્દ્ર પર ફાયરિંગ કર્યું હતું. અચાનક ફાયરિંગમાં બજેન્દ્રને ગંભીર ઈજા પહોંચ્યા પછી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપીએ નિવેદનમાં કહ્યું હતું કે મજાકમાં ગોળીબાર કર્યો હતો, પરંતુ હવે સવાલ થાય છે કે મજાકમાં ગોળી ચલાવી કે પછી કોઈ ષડયંત્ર હતું.

મૃતક બજેન્દ્ર બિશ્વાસ સિલહટ સ્થિત કાદિરપુર ગામનો રહેવાસી છે, જ્યારે પરિવારમાં એક માત્ર કમાવનાર હતો. આરોપી નોમાન સુનામગંજ જિલ્લાના તાહેરપુરનો રહેવાસી છે. પોલીસે આરોપીની અટક કરી છે, જ્યારે શોટગન પણ જપ્ત કરી છે. હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

અઢારમી ડિસેમ્બરના દીપુ દાસની હત્યા કરવામાં આવી હતી. દીપ દાસ ચંદ્ર નામના હિંદુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. માનવ અધિકાર સંગઠનોએ કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધની હિંસા, અપમાન અને હત્યાના કિસ્સામાં વધારો થયો છે, પરંતુ અનેક કિસ્સામાં કડક કાર્યવાહી થતી નથી. છેલ્લા દસ દિવસમાં ત્રીજા યુવકની હત્યા કરવામાં આવી છે.