Thu Jan 01 2026

Logo

White Logo

જળગાંવમાં ટ્રેક્ટર ઊંધું : વળતાં પિતા-પુત્રનાં મોત

6 days ago
Author: Yogesh D Patel
Video

મુંબઈ: જળગાંવ જિલ્લાના વરણગાંવ-ક્ધિહી માર્ગ પર ટ્રેક્ટર ઊંધું વળતાં 48 વર્ષના શખસ અને તેના પુત્રનાં મોત થયાં હતાં.

વરણગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા બંનેની ઓળખ સંજય શ્રવણ સાબળે અને તેના પુત્ર સંજય સાબળે તરીકે થઇ હતી, જેઓ સિદ્ધેશ્ર્વર નગરના રહેવાસી હતા.
બંને જણ બુધવારે ટ્રેક્ટરમાં જઇ રહ્યા હતા ત્યારે તે ઊંધું વળી ગયું હતું અને તેઓ તેની નીચે દબાઇ ગયા હતા. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.

દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વરણગાંવ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. (પીટીઆઇ)