શ્રીનગર : દેશભરમાં નવ વર્ષની સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે.તેમજ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં પોલીસ અને સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમો
સંવેદનશીલ સ્થળોએ ચાંપતી નજર રાખી રહી છે. તેમજ પર્યટન સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે.
અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન
જેમાં હાલમાં રક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના સહયોગથી શ્રીનગર સહિત ખીણના મહત્વપૂર્ણ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યા છે.
નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓની ભીડ
જેમાં સંવેદનશીલ સ્થળો અને ગતિવિધિઓ પર નજર રાખવા માટે પોલીસે અનેક સ્થળોએ રેડ પણ પાડી રહી છે. શ્રીનગરના શહેરી વિસ્તારોમાં અનેક સ્થળોએ ચેકપોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી માટે ગુલમર્ગ, પહલગામ અને શ્રીનગરમાં પ્રવાસીઓની ભીડ વધવાની ધારણા છે. જેમાં દલ લેક અને તેની આસપાસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. શિકારા અને ઘાટ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
ચિલ્લા-એ-કલાન દરમિયાન સમગ્ર ખીણમાં તીવ્ર ઠંડી
જમ્મુ કાશ્મીરમાં ચિલ્લા-એ-કલાન દરમિયાન સમગ્ર ખીણમાં તીવ્ર ઠંડી હોય છે. જે 21 ડિસેમ્બરથી શરૂ થાય છે અને 31 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન આતંકવાદીઓ સક્રિય નથી હોતા પરંતુ આ વખતે ખીણમાં કેટલાક અસામાન્ય સંકેતો દેખાઈ રહ્યા છે. તેમજ આ સિઝનમાં આતંકવાદીઓએ આ વખતે ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવી રહ્યા છે.