Thu Jan 01 2026

Logo

White Logo

જામનગરમાં રાજકીય અદાવતમાં એક કોર્પોરેટરે : બીજા કોર્પોરેટર પર કર્યો જીવલેણ હુમલો

1 day ago
Author: Pooja Shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
સૌરાષ્ટ્રના શાંત શહેરોમાં ગણાતા જામનગરમાં ગુનાખોરી વધી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. અહીં બે કોર્પોરેટર વચ્ચેની અદાવતનો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા અને હાલમાં જ આમ આદમી પક્ષમાં જોડાયેલા કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફીએ કર્યાનું બહાર આવ્યું હતું. ખફીએ સોપારી આપી હુમલો કરાવ્યો હતો અને પોલીસે હવે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

અસલમ ખીલજી સમોવારે સાંજે મહાનગરપાલિકાની ઓફિસથી બાઈક પર ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે ભીડભંજન રોડ પર એક કારે અસલમ ખીલજીને આંતર્યા હતા. કારમાં પાંચ શખ્સ સવાર હતા, તેમણે કારમાંથી ઉતરી તલવાર, લોખંડના પાઈપ અને ધોકા વડે અસલમ પર હુમલો કર્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. અસલમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને હાલમાં સારવાર હેઠળ છે. 
આ મામલ અસલમના ભત્રીજા શાહનવાઝે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ખફીએ હુમલો કર્યો છે.

મળતી માહિતી અનુસાર બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી. આથી અલ્તાફ ખફીએ પોતાના માણસો મોકલી અસલમની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. 

આ ઘટનાના પગલે જામનગર પોલીસે સતર્કતા દાખવી શહેરના કાલાવડ નાકા બહાર અને પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે  પોલીસ સંવેદનશીલ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આરોપીઓને ઝબ્બે કરવા જતવીજ હાથ ધરી હતી.