Mon Dec 15 2025

Logo

White Logo

મેસ્સીનાં કાર્યક્રમમાં હોબાળો : રોષે ભરાયેલો ચાહક આખું કાર્પેટ ઉઠાવીને લઇ ગયો! જુઓ વિડીયો

13 hours ago
Author: Savan Zalariya
Video

કોલકાતા: આર્જેન્ટીનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીના GOAT Indian tour પર છે. ગઈ કાલે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતાં. આ દરમિયાન રાજકારણીઓ, અધિકારીઓ અને અન્ય VIPsએ મેસ્સીને ઘેરી લીધો હતી, જેને કારણે મેસ્સીની ઝલક ના જોવા મળતા ચાહકો ગુસ્સે ભરાયા હતાં અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન નારેબાજી અને તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાનના ઘણાં વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, પરંતુ એક વિડીયોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં જોવા મળે છે કે એક ચાહક સ્ટેડિયમાં પાથરવામાં આવેલું કાર્પેટ રોલ કરીને ખભા પર લઇને જઈ રહ્યો છે અને એક સ્થાનિક પત્રકાર તેને સવાલ પૂછે છે. ચાહકે જણાવ્યું કે ટિકિટના ભાવની કિંમત વસુલ કરવા તે સ્ટેડિયમનું કાર્પેટ ઘરે લઇ જઈ રહ્યો છે. 

વાયરલ વીડિયોમાં ચાહક જણાવી રહ્યો છે, "મેં 10,000 રૂપિયા આપીને ટિકિટ ખરીદી હતી, પણ મેસ્સીનો ચહેરો પણ દેખાયો નહીં. હું ફક્ત નેતાઓનો તેનો ચહેરો જોયો. હું આ કાર્પેટને ઘરે લઈ જઈ રહ્યો છું, તેના પર હું પ્રેક્ટિસ કરીશ." 

નોંધનીય છે કે મેસ્સી લેક સ્ટેડિયમમાં માત્ર 20 થી 25 મિનિટ રોકાયો હતો. હોબાળો થતાં તેને સ્ટેડિયમ છોડવું પડ્યું હતું. રોષે ભરાયેલા ચાહકો એ બોટલો-ખુરશીઓ ફેંકી હતી અને બેનરો ફાડી નાખ્યા. 

 

મમતા બેનર્જીએ માફી માંગી:
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ ઘટના અંગે માફી માંગી છે અને અને નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે આયોજકોની ધરપકડ કરવાનો અને ટિકિટના પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે.

કાર્યક્રમના મુખ્ય આયોજક શતાદ્રુ દત્તા સામે FIR નોંધવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી.