Thu Jan 01 2026

Logo

White Logo

જાન્યુઆરી, 2026માં પાપી ગ્રહ કેતુ કરશે ગોચર, : ત્રણ રાશિના જાતકોને મોજે દરિયા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

6 days ago
Author: Darshana Visaria
Video

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને માયાવી ગ્રહ માનવામાં આવ્યા છે. જોકે, જ્યારે કેતુ ગોચર કરે છે તો કેટલીક રાશિના જાતકોને નુકસાન પહોંચાડે છો તો કેટલીક રાશિના જાતકોને લાભ પણ કરાવે છે. જાન્યુઆરી, 2026માં કેતુ ગોચર કરી રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ધનલાભ થવાની સાથે સાથે ભાગ્યનો સાથ પણ સાંપડી રહ્યો છે. 

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જાન્યુઆરી, 2026ના કેતુ સિંહ રાશિમાં ગોચર કરીને નક્ષત્ર પરિવર્તન પણ કરશે. આ મહિનામાં કેતુ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરશે. હાલમાં કેતુ આ નક્ષત્રના બીજા પદમાં ગોચર કરી રહ્યા છે. કેતુના આ ગોચરને કારણે કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સમય શરૂ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થવાની સાથે સાથે ભાગ્યનો પણ સંપૂર્ણ સાથ મળી રહ્યો છે. આ ગોચરથી આ રાશિના ધાર્યા કામ પૂરા થશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે કેતનું આ ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે. આ સમયે જૂના રોકાણથી સારો અવો લાભ થવાની શક્યતા છે. આ સમયે તમારી સમસ્યાનો અંત આવી રહ્યો છે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળી રહી છે. મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે કેતનું આ ગોચર શુભ પરિણામ આપનારું રહેશે. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો પણ દૂર થઈ રહ્યા છે. લવલાઈફમાં રોમાન્સ વધી રહ્યો છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કરિયરમાં તમને મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કામના સ્થળે આ સમયે તમને નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થશે. 

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો સકારાત્મક પરિણામો લઈને આવશે. નવા કામની શરૂઆત માટે આ સમયગાળો એકદમ અનુકૂળ છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વેપાર કરી રહેલાં વેપારીઓ માટે સ્થિતિ સારી રહેશે. દરેક કમમાં સફળતા અપાવનારો સમય રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમયગાળો સારો રહેશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.