Mon Dec 08 2025

Logo

White Logo

સુભાષ બ્રિજ આગામી પાંચ દિવસ માટે રહેશે બંધ, : AMCએ વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો

3 days ago
Author: vimal prajapati
Video

અમદાવાદઃ એએમસી દ્વારા એક નોટિસ જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાબરમતી નદી (Sabarmati River) પર આવેલા સુભાષ બ્રિજ (Subhash Bridge)ને આગામી પાંચ દિવસ માટે બંધ હોવાનું જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં બ્રિજ પ્રોજેકટ (AMC Bridge Project) ખાતેથી પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલ સુભાષ બ્રિજના ડીટેઇલ ઇનસ્પેકશન (Subhash Bridge Detailed Inspection Work)ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સેફટીના ભાગ રૂપે આ બ્રિજને આજથી પાંચ દિવસ સુધી જાહેર જનતાના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ માટે વૈકલ્પિક રુટ તરીકે નદી પરના આવેલ દધીચી બ્રિજનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. 

સુભાષ બ્રિજના ડીટેઇલ ઇનસ્પેકશનની કામગીરી શરૂ કરાઈ

નોટિસ પ્રમાણે સુભાષ બ્રિજ સાબરમતી નદી પર આવેલો એક મહત્વનો બ્રિજ છે. આ બ્રિજને 1973માં બનાવવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ મહત્વપૂર્ણ બ્રિજ માનવામાં આવે છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનચાલકો અહીંથી પસાર થાય છે. આગામી પાંચ દિવસ માટે આ હબ્રિજ બંધ રહેવાનો હોવાના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

સુભાષ બ્રિજ પરથી રોજ હજારો વાહનચાલકો પસાર થયા છે

સુભાષ બ્રિજ બંધ હોવાના કારણે વૈકલ્પિક માર્ગ પણ જાહેર કરવામાં આવ્યો છે. વૈકલ્પિક માર્ગની વાત કરવામાં આવે તો, ચાંદખેડા, સાબરમતિ તરફથી આવતા વાહનો ચિમનભાઇ પટેલ બ્રિજ ઉતરી પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ડી-માર્ટ થઈ નવા બનેલ રોડ ઉપર થઇ વાડજ સર્કલથી દધિચી બ્રિજ ઉપર થઈ દિલ્હી દરવાજા,શાહીબાગ, સિવીલ તરફ જઈ શકશે. જ્યારે સાબરમતિ, ચાંદખેડા તરફથી આવતા વાહનો કે જેઓને સિવિલ તરફ જવું હોય તેઓ ભાટ-કોટેશ્વર રોડ થઈ ઇન્દીરાબ્રિજ થઇ એરપોર્ટ રોડ થઈ સિવિલ હોસ્પીટલ તરફ જઇ શકશે.

શાહીબાગ તરફથી આવતા લોકોએ આ માર્ગનો ઉપયોગ કરવો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, શાહીબાગ તરફથી જેઓને સુભાષબ્રિજ તરફ જવું છે તે વાહન ચાલકો શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી કે શાહીબાગ રેલ્વે બ્રિજ ઉપરથી નમસ્તે સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય કટથી દેવજીપુરા થઇ મેલડી માતા સર્કલ થઇ દધિચી બ્રિજ થઇ વાડજ સર્કલ થઇ રાણીપ ડી-માર્ટ તરફ અવર-જવર કરી શકશે. આ વૈકલ્પિક માર્ગની લોકોએ ખાસ નોંધ લેવા માટે એએમસી દ્વારા અપીલ કરવામાં આવી છે.