નવી દિલ્હી: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી(MCD) ની પેટાચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મેળવી છે. 12 બેઠકોમાંથી ભાજપે 7 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી(AAP)ના ફાળે માત્ર 3 બેઠકો આવી છે. ક્યારે કોંગ્રેસે અને અને ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક(AIFB)ને 1-1 બેઠક મળી છે.
પેટાચૂંટણી પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પાસે 116 બેઠકો હતી, જે પરિણામો આવ્યા બાદ ભાજપની બેઠકો વધીને 123 થઇ ગઈ છે. આદમી પાર્ટીની બેઠકોની સંખ્યા 98 થઇ ગઈ છે. જયારે કોંગ્રેસની હાલત વધુ ખરાબ થઇ છે, MCD કોંગ્રેસની બેઠકોની સંખ્યા માત્ર નવ રહી ગઈ છે. ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી પાસે 15 બેઠકો છે, અને એક બેઠક અપક્ષ ઉમેદવાર પાસે છે.
મુખ્ય પ્રધાને આભાર માન્યો:
MCD પેટાચૂંટણીમાં ભાજપની તરફેણમાં પરિણામો બાદ, મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, "દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા બદલ દિલ્હીના નાગરિકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ જીત અમારા સમર્પિત કાર્યકરોના અથાક પરિશ્રમ, સમર્પણ અને અમારા સંગઠનની સામૂહિક શક્તિનો એક શક્તિશાળી પુરાવો છે."
તેમણે પેટાચૂંટણીમાં જીત મેળવનારા તમામ ભાજપના ઉમેદવારોને અભિનંદન પણ પાઠવ્યા.

दिल्ली नगर निगम उपचुनाव में भारतीय जनता पार्टी को अपना अमूल्य आशीर्वाद प्रदान करने हेतु दिल्ली के नागरिकों का हृदयपूर्वक आभार।

यह विजय, हमारे कर्मठ कार्यकर्ताओं के अथक परिश्रम, समर्पण तथा संगठन की सामूहिक शक्ति का सशक्त प्रमाण है।

उपचुनाव में विजयी सभी भाजपा उम्मीदवारों को… pic.twitter.com/ohkh76L3ao
— Rekha Gupta (@gupta_rekha) December 3, 2025

આ બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી:
વર્ષ 2022 માં દિલ્હીના 250 વોર્ડમાં યોજાયેલી MCD ચૂંટણીમાં 50.47 ટકા મતદાન થયું હતું, જયારે કાલે યોજાયેલી પેટાચૂંટણીમાં 38.51 ટકા મતદાન થયું હતું. મુંડકા, શાલીમાર બાગ-B, અશોક વિહાર, ચાંદની ચોક, ચાંદની મહેલ, દ્વારકા B, ઢીચાઉ કલાન, નારાયણા, સંગમ વિહાર A, દક્ષિણપુરી, ગ્રેટર કૈલાશ અને વિનોદ નગરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાંથી 26 મહિલાઓ અને 25 પુરુષો હતા.