Mon Dec 08 2025

Logo

White Logo

સીએસકેમાં ધોનીના આ સૌથી ફેવરિટ બોલરે : તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી

4 days ago
Author: Ajay Motiwala
Video

નવી દિલ્હીઃ હરિયાણાની 37 વર્ષની ઉંમરના રાઇટ-આર્મ પેસ બોલર મોહિત શર્મા (Mohit sharma)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમ જ આઇપીએલ (IPL) સહિત તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આઇપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમમાં એક સમયે કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સૌથી ફેવરિટ ગણાતા બોલર મોહિતે કુલ 34 આંતરરાષ્ટ્રીય મૅચોમાં કુલ મળીને 41 વિકેટ લીધી હતી.

મોહિતે 2013માં ભારત વતી ડેબ્યૂ કર્યું હતું. જોકે 2015 સુધી જ તેની કારકિર્દી સીમિત રહી હતી હતી, કારણકે ઑક્ટોબર, 2015 બાદ ફરી તેને ક્યારેય ભારત વતી રમવાનો મોકો નહોતો મળ્યો અને એક દાયકા સુધી રાહ જોયા બાદ હવે તેણે ફરી ભારત વતી ફરી નહીં રમવા મળે એવું માનીને રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે.

2013ની આઇપીએલમાં ધોનીએ તેની બોલિંગ પર સતત ભરોસો મૂકીને તેને ઘણી મૅચોમાં રમાડ્યો હતો અને ન્યૂ બોલર તરીકે પણ તેનો ઘણી વાર ઉપયોગ કર્યો હતો જેને પગલે ક્રિકેટની દુનિયા તેની ટૅલન્ટથી પરિચિત થઈ હતી. આઇપીએલમાં મોહિત ચેન્નઈ ઉપરાંત પંજાબ, જોકે તે આઇપીએલની ચાર ફાઇનલમાં રમ્યો હતો, પરંતુ ક્યારેય તેને ટ્રોફી જીતવા નહોતી મળી. આઇપીએલમાં તેણે કુલ 120 મૅચમાં 134 વિકેટ લીધી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોહિતે ફાફ ડુ પ્લેસી, એબી ડિવિલિયર્સ, હાશિમ અમલા, જેપી ડુમિની, શાકિબ અલ હસન, તમીમ ઇકબાલ, ઇયાન બેલ, માર્લન સૅમ્યુલ્સ વગેરે જાણીતા બૅટ્સમેનોની વિકેટ લીધી હતી.