મુંબઈ: પહેલી જાન્યુઆરી, ૨૦૨૬થી મધ્ય રેલવેના સમયપત્રકમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈ-પુણેને જોડતી હાઇ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ સહિત ઘણી મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુસાફરોની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા અને ટ્રેનની ગતિ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરીથી અમલમાં આવનારા આ નવા સમયપત્રકને કારણે મુંબઈથી ઉપડતી અને પહોંચતી ટ્રેનોના સમયમાં ૫થી ૧૫ મિનિટનો તફાવત જોવા મળશે.
મુંબઈ-પુણે-સોલાપુર અને મુંબઈ-સાંઈનગર શિરડી રૂટ પર દોડતી "વંદે ભારત" ટ્રેનના સમયપત્રકમાં થોડી મિનિટોનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ટરસિટી, સિંહગઢ એક્સપ્રેસ અને ડેક્કન ક્વીનના સમયમાં પણ થોડો ફેરફાર થવાની શક્યતા છે. વધુમાં, રેલવેએ સવારે મુંબઈ પહોંચતી અથવા રાત્રે ઉપડતી લાંબા અંતરની ટ્રેનોના પ્લેટફોર્મ અને સમયમાં પણ ફેરફાર કર્યા છે.
રેલવેએ મુસાફરોને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (એનટીઇએસ) એપ અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ પર તેમની ટ્રેનનું લાઇવ સ્ટેટસ તપાસવા અપીલ કરી છે.