Thu Dec 11 2025

Logo

White Logo

મુંબઈ મેટ્રો : વન ટિકિટ હવે ઉબર એપ પર ઉપલબ્ધ

1 day ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈગરા માટે મેટ્રો રેલનો  પ્રવાસ વધુ સ્માર્ટ અને સુવિધાજનક થવાનો છે. મુંબઈ મેટ્રો વનની ટિકિટ હવે ઉબર એપ દ્વારા સીધી બુક કરી શકાશે. આ સુવિધાની સાથે જ મેટ્રો વનમાં પ્રતિદિન પ્રવાસ કરનારા લાખો પ્રવાસીઓને રાહત મળશે.

મુંબઈ મેટ્રો વનની જાહેરાત મુજબ ઉબર એપના સહયોગ સાથે રાઈડર્સ હવે તે જ એપ્લિકેશનમાં તેમની મેટ્રો મુસાફરીનું આયોજન, બુકિંગ અને ચૂકવણી કરી શકશે. એપના માધ્યમથી ટિકિટ બુક કરવાથી ટિકિટ બારી પર લાઈનમાં ઊભા રહેવાની સમસ્યાથી છૂટકારો મળશે અને સમયની બચત થશે. ઉબર એપના માધ્યમથી ટેક્સી, ઓટોની સાથે જ હવે મેટ્રો વનની ટિકિટ પણ બુક કરી શકાશે