Sat Dec 13 2025

Logo

White Logo

મ્યાનમાર સેનાએ પોતાના જ દેશ પર કરી : એર સ્ટ્રાઈક! 34 લોકોના મોત, 80 ઘાયલ

Rakhiv   1 day ago
Author: Vimal Prajapati
Video

રાખીન પ્રાંતઃ મ્યાનમારમાં અત્યારે ગંભીર ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મ્યાનમારના રાખીન પ્રાંતમા આવેલી એક હોસ્પિટલ પર એર સ્ટ્રાઈક થઈ છે. આમાં 34 થી પણ વધારે લોકોના મોત થયાં છે. આ સાથે લગભગ 80થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ એર સ્ટ્રાઈક મામલે મ્યાનમાર સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. જો કે સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે, અરાકાન આર્મી મ્યાનમારના વિદ્રોહી જૂથોમાંથી એક છે, તેના વિદ્રોહીએ આ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં હતા, પરંતુ કોઈ વાતની પુષ્ઠિ કરવામાં આવી નથી.

હુમલામાં 17 પુરૂષો અને 17 મહિલાઓના મોત થયાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ હુમલામાં હોસ્પિટલના 34 દર્દીઓ અને મેડિકલ સ્ટાફના મોત થયાં છે. આ હુમલો બુધવારે રાત્રે રાખીન રાજ્યમાં આવેલા મરૌક-યૂ ટાઉનશિપમાં થયો છે. જ્યારે જનરલ હોસ્પિટલ પર હુમલો થયો તેમાં 80 થી પણ વધારે લોકો ઘાયલ થયાં છે. આ હોસ્પિટલ અરાકાન આર્મીની કંટ્રોલ વાળા વિસ્તારમાં આવેલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં કોઈ ઓપરેશન કે એર સ્ટ્રાઈક કરવામાં આવી હોવાનું શાસક લશ્કરી અધિકારીઓ દ્વારા સ્વીકારમાં આવ્યું નથી. પરંતુ હુમલો થયો તે વાત ચોક્કસ છે, કારણે 34 લોકોના મોત થયાં છે, જે આંકડો નાનો નથી.

હુમલા મામલે મ્યાનમાર સરકારે નિવેદન ના આપતા શંકાઓ

સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે, રાત્રે 9:30 વાગ્યાની આસપાસ એર સ્ટ્રાઈક દ્વારા બે બોમ્બ હોસ્પિટલ પર નાખવામાં આવ્યાં હતા. જેમાંથી એક હોસ્પિટલના રિકવરી વોર્ડ અને બીજો બોમ્બ હોસ્પિટલના મેઈન માળખા પર બ્લાસ્ટ થયો હતો. આ હુમલા કે બ્લાસ્ટ મામલે સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. 37 લોકોના મોત થયાં તેમાં 17 પુરૂષો અને 17 મહિલાઓ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હુમલામાં આખી હોસ્પિટલ ધ્વસ્ત થઈ ગઈ છે, એટલું જ નહીં પરંતુ હોસ્પિટલ આસપાસ રહેલા અનેક વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મ્યાનમાર સરકાર દ્વારા આ હુમલા અંગે કેવી જાણકારી આપવામાં આવે છે તે જોવું રહ્યું!