Mon Dec 08 2025

Logo

White Logo

ગુજરાતમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે સરકાર એક્શનમાં, : 541 બાંધકામ સાઈટ પાસેથી 123 લાખની વસૂલાત

1 day ago
Author: chandrakant kanojia
Video

ગાંધીનગર : ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ચર્ચા કરવામાં આવી હતી. જેની બાદ રાજ્યના 
અનેક વિસ્તારોમાં ચાલતી બાંધકામ સાઇટનું નિરીક્ષણ કરીને 541 બાંધકામ સાઈટ પાસેથી 123 લાખની વસૂલાત કરવામાં આવી છે. 

પ્રદુષણને નિયંત્રણમાં લેવાના પગલા ભરવા સૂચના આપી 

આ અંગે વિગતો મુજબ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવએ મુખ્યમંત્રીની સૂચના બાદ રાજ્યની તમામ 17  મહાનગરપાલિકાઓના મ્યુનિસીપલ કમિશનરઓ અને 6 પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને હવા પ્રદૂષણને અટકાવવા અંગેની ચર્ચા કરી હતી. આ બેઠકમાં તેમણે શહેરી વિસ્તારોમાં ચાલતા બાંધકામની વિવિધ સાઈટનું ઈન્સ્પેક્શન કરીને પ્રદુષણને નિયંત્રણમાં લેવાના પગલા ભરવા સૂચના આપી હતી.  

સાઈટ ઈન્સ્પેક્શનની કામગીરી શરુ કરી

આ બેઠક બાદ મહાનગરપાલિકાઓએ તાત્કાલિક ધોરણે સાઈટ ઈન્સ્પેક્શનની કામગીરી શરુ કરી હતી. આ દરમિયાન મહાનગરોમાં બાંધકામ ચાલુ હોય તેવી કુલ 2961  સાઈટ પૈકી માત્ર ત્રણ જ દિવસમાં 2600 થી વધુ સાઈટનું ઈન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં જૂની 08  મહાનગરપાલિકાની કુલ 1563  સાઈટ પૈકી 1303  સાઈટ તેમજ નવી 09  મહાનગરપાલિકાની કુલ 1398  સાઈટ પૈકી 1300  સાઈટનું ઈન્સ્પેકશન પૂર્ણ થયું છે. 

 541 બાંધકામ સાઈટ પાસેથી  123 લાખની વસૂલાત 

આ ઈન્સ્પેકશન દરમિયાન જૂની 08  મહાનગરપાલિકાની 506  સાઈટને દંડ કરીને રૂ. 122.82  લાખ પેનલ્ટી તેમજ નવી 09  મહાનગરપાલિકાની 35  સાઈટને દંડ કરીને રૂ. 1.059  લાખ પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે.